@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
અમદાવાદ શહેરમાં છેલ્લાં ધણાં સમયથી સરકારી અનાજ બારોબાર વેચી દેવાનું કૌભાંડ ચાલી રહ્યુ છે. શાહિબાગ ધોડા કેમ્પ ખાતે આવેલા અનાજનાં ગોડાઉનમાં કામ કરતા પેટા કોન્ટ્રાક્ટરો અને સરકારી અનાજ વિતરણ કરતી દુકાનોના સંચાલકોની મીલીભગતથી આ કૌભાંડ આચરીને સરકાર અને ગરીબ લોકો સાથે છેતરપીંડી વર્ષોથી આચરવામાં આવી રહી છે.

દાણીલીમડા પોલીસ ઢોર બજાર પાસે પેટ્રોલીંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે એક બોલેરો ગાડીમાં સરકારી અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે કોઈ જગ્યાએથી ભરી બહેરામપુરા તરફથી પસાર થવાનો છે, જે બાતમીનાં આધારે ગાડીને રોકીને તપાસ ગાડીમાં વાહન ચાલક અરૂણ શર્મા તેમજ તેની સાથે રાજકુમાર ગુપ્તા ગાડીમાં સવાર હતા. ગાડીની પોલીસે તપાસ કરતા પાછળનાં ભાગે સફેદ કલરની કોઈ પણ લખાણ કે માર્કા વગરની પ્લાસ્ટીકની થેલીઓમાં ધઉં ભરેલા જોવા મળ્યા હતા. જે જથ્થાનાં કોઈ બીલ કે આધાર તેઓ રજૂ કરી શક્યા નહોતા. તેમજ સરકારી માર્કાનાં 70 બારદાન ખાલી જોવા મળ્યા. જેથી પોલીસે પુરવઠા અધિકારીને ફોન કરીને બોલાવ્યા તેમજ આ જથ્થો સરકારી અનાજનો હોવાનું ખુલ્યુ હતુ.

50 કિલોની એક બોરી લેખે 3500 કિલો અનાજ જેમાં એક કિલો ધઉંની 21 રૂપિયા કિમત લેખે 73 હજારથી વધુની કિંમતનો આ અનાજનો જથ્થો હોવાનુ સામે આવ્યુ. વાહનમાં સવાર બન્ને શખ્સોને પુછતા આ અનાજનો જથ્થો બહેરામપુરા ગુજરાતી શાળા નંબર 9-10ની સામે, રાજુ એપાર્ટમેન્ટની નીચે આવેલા ન્યૂ પ્રકાશ સહકારી ભંડાર નામની સસ્તા ભાવની અનાજની દુકાનનાં સંચાલક રાજેન્દ્રસિંહ રાજપૂત પાસેથી ગેરકાયદેસર રીતે ખરીદી આ ધઉંનો જથ્થો સનાથલમાં ભોલેનાથ ફ્લોર મીલનાં માલીક ભુરાભાઈ પ્રજાપતિને પહોંચાડવાનો હોવાનું સામે આવ્યુ છે..પોલીસે 3500 કિલો અનાજનાં જથ્થાને સીઝ કરીને છેતરપીંડી તેમજ આવશ્યક ચીજ અધિનિયમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માધુપુરામાં પકડાયેલી અનાજની ગાડીમાં સમાધાન
અમદાવાદનાં માધુપુરા વિસ્તારમાં એક મહિનાં પહેલા સરકારી અનાજ ભરીને બારોબાર વેચવા નિકળેલી ગાડી બાબતે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન ગયો હતો અને પોલીસે ગાડી અટકાવી પણ હતી ત્યારે તે કેસમાં ફરિયાદી અને અનાજનાં કૌભાંડીઓ વચ્ચે સમાધાન થઈ જતા ફરિયાદ નોંધાઈ નહોતી. મહતવનું છે કે અમદાવાદમાં સરકારી અનાજ રાશનની દુકાનો સુધી પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ સુફિયાન મંડળીને આપવામાં આવ્યો છે. જેનાં મુખ્ય કોન્ટ્રાક્ટની નીચે કામ કરતા પેટા કોન્ટ્રાક્ટરો જેમાં મુકેશ માહારાજ, માંગીલાલ તૈલી અને રામાજી તૈલી સહિતનાઓ છે..જેમાંથી અમુક પેટા કોન્ટ્રાક્ટરો રાશનનાં દુકાન ચાલકો સાથે મળીને દર મહિને લાખો રૂપિયાનુ સરકારી અનાજ બારોબાર વેચીને સરકાર અને લોકો સાથે ઠગાઈ કરી રહ્યા છે.. ત્યારે આ મામલે મોટી માછલીઓ પોલીસની ગીરફ્તમાં ક્યારે આવે છે જે જોવાનું રહ્યુ.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
