Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Crime/ પેટીએમ ધારકો સાવધાન! એન્જીનીયરના ખાતામાંથી ઉપડ્યા 3.74 લાખ રૂપિયા

અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા અને છેલ્લા 13 વર્ષથી એન્જિનીયરીંગ તરીકે કામ કરતા નેનેશ પરીઘને અજાણ્યા નંબરથી એક ફોન કોલ્સ આવ્યો હતો. સામેની વ્યક્તિએ પોતાનો નામ દીપક શર્મા તરીકે આપીને પોતાની ઓળખ પેટીઍમ મેનેજર તરીકે આપી હતી. ભેજાભાજ દીપકે ફરિયાદીને ફોન ઉપર જણાવ્યું હતું કે તેમના પેટીએમ એકાઉન્ટમાં કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થઇ નથી અને જો કેવાયસીની […]

February 3, 2021February 3, 2021Rizwan shaikh
Ahmedabad Gujarat

અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા અને છેલ્લા 13 વર્ષથી એન્જિનીયરીંગ તરીકે કામ કરતા નેનેશ પરીઘને અજાણ્યા નંબરથી એક ફોન કોલ્સ આવ્યો હતો. સામેની વ્યક્તિએ પોતાનો નામ દીપક શર્મા તરીકે આપીને પોતાની ઓળખ પેટીઍમ મેનેજર તરીકે આપી હતી. ભેજાભાજ દીપકે ફરિયાદીને ફોન ઉપર જણાવ્યું હતું કે તેમના પેટીએમ એકાઉન્ટમાં કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થઇ નથી અને જો કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહિ આવે તો તેમનો એકાઉન્ટ બંધ થઇ જશે.

એન્જીનીયરીંગ સુધીનું ભણતર મેળવેલા નેનેશ ભાઈને ખ્યાલ જ ન રહ્યું કે તેઓ શું કરી રહ્યા છે અને કોની વાતોમાં આવી રહ્યાં છે. આરોપીની વાતોમાં આવીને નેનેશ ભાઈએ તેમના આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા આપી દીધા હતા. ત્યારબાદ નેનેશ ભાઈએ પોતાનો ઓટીપી પણ આપી દેતા આરોપીએ તેનો ગેરલાભ ઉઠાવીને તેમના icici બેંકના એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે કરીને 3.74 લાખ રૂપિયા ઉઠાવી લીધા હતા.

પોતાના એકાઉન્ટમાંથી અચાનક જ રૂપિયા ગાયબ થયા હોવાનું જાણવા મળતા નેનેશ ભાઈને ખ્યાલ આવ્યું હતું કે દિપક શર્મા નામની વ્યક્તિએ તેમની સાથે છેતરપિંડી કરી છે જેથી તેમને વાસણા પોલીસ સ્ટેશનમાં દિપક શર્મા અને તેના મોબાઈલની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

Post navigation

યુએસ માર્કેટમાં ધૂમ મચાવશે ભારતની દેશી કોરોના રસી, ભારત બાયોટેકએ કર્યા કરાર
માછીમારના ગળામાં ફસાઇ 7 ઇંચ લાંબી માછલી, બહાર કાઢવા ગયો તો…..

More Posts

Ahmedabad News/ AMC ટીમ સાથે નિર્લિપ્ત રાય મનપસંદ જીમખાના પહોંચ્યા, એએમસીએ ગેરકાયદે બાંધકામ તોડ્યા

March 20, 2025Nikunj Patel
છેડતી

રાજકોટ/ ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડે 16 વર્ષની ગર્લફ્રેન્ડની છેડતી કરી,સંબંધ ન રાખે તો ગંભીર પરિણામો ભોગવવાની ધમકી

January 20, 2024January 20, 2024khusbu pandya

Not Set/ મંતવ્ય ન્યૂઝ વિશેષ/ રાજકોટ મનપાનાં કામચોરી કર્મચારીઓને કેમેરામાં કેદ કરતું રિયાલિટી ચેક

November 18, 2019November 18, 2019Bhavesh Vyas

Surat News/ સુરતના બારડોલીમાં તંત્રના પાપે સ્થાનિકો પરેશાન

December 20, 2024Nikunj Patel

food safety/ ફૂડ સેફ્ટીમાં FSSAIનાં નિયમોથી કંઈ નહીં થાય, અમને કાયદો ઘડવાની છૂટ આપોઃ AMC

June 11, 2024jani

Not Set/ છુટાછેડા લીધેલી યુવતીએ ઝેર પીને પોતાનું જીવન ટુંકાવ્યું

February 28, 2018February 28, 2018Maya Sindhav

Gondal city/ ગોંડલ સિવિલના ઈમરજન્સી વિભાગમાં ઘૂસી બાઈક

May 28, 2024May 28, 2024Mansi Panara

Loksabha Election 2024/ લોકસભા ચૂંટણી માટે સુરેન્દ્રનગરમાં કોળી સમાજને ટીકિટ આપવા માગણી કરાઈ

March 27, 2024Komal Patel
Surat Ganja Seized Utran

Surat News/ સુરતમાં નશાનો અનોખો નુસખો! ! ઉત્રાણમાંથી શાકભાજીની આડમાં ગાંજો વેચતો શખ્સ ઝડપાયો

March 19, 2026March 19, 2026Kinjal Pradipkumar Patel

Not Set/ છોટાઉદેપુર ખાતેથી કોરોના રસીકરણ જનજાગૃતિ ટેબ્લોનું પ્રસ્થાન 

June 4, 2021Bhavini vasani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy