Rajkot/ કોંગ્રેસમાંથી ફોર્મ પરત ખેંચવા મામલે વોર્ડ નં14ના ઉમેદવાર વિજય જાની 6 વર્ષ માટે સસ્પેન્ડ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇ રાજકીય માહોલ ગરમાયો છે તેવા સમયે રાજકોટમાં વોર્ડ નંબર 14 ના કોંગ્રેસના ઉમેદવાર વિજય જાની જાનીએ ફોર્મ પરત ખેંચ્યું હતું. જેથી કોંગ્રેસમાં ખળભળાટ

Top Stories
1

મંતવ્ય બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટ વોર્ડ નં14ના કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચવાનો મામલો
વિજય જાનીને 6 વર્ષ માટે કરવામાં આવ્યા સસ્પેન્ડ
કોંગ્રેસમાંથી વિજય જાનીને કરવામાં આવ્યા સસ્પેન્ડ
કોંગ્રેસે વિજય જાનીને ઉમેદવાર તરીકેનું આપ્યું હતું મેન્ડેટ
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે કર્યા સસ્પેન્ડ 

સોશિયલ મીડિયા / સરકારે આપ્યા 1178 એકાઉન્ટ્સ બંધ કરવાના નિર્દેશ, ટ્વિટરે કહ્યું ટ્વીટ્સ ચાલુ રાખવી જોઈએ…

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇ રાજકીય માહોલ ગરમાયો છે તેવા સમયે રાજકોટમાં વોર્ડ નંબર 14 ના કોંગ્રેસના ઉમેદવાર વિજય જાની જાનીએ ફોર્મ પરત ખેંચ્યું હતું. જેથી કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો.વળી આ માહિતી શહેર પ્રમુખ કમલેશ મીરાણીને મળતા તેમણે ભરી સભામાં જાહેરાત કરી હતી. જેની વચ્ચે આ બાબતના કારણે માહોલમાં ગરમાવો તો આવ્યો હતો પરંતુ કોંગ્રેસ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી હતી.વિજય જાનીને કોંગ્રેસ દ્વારા 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ અંગેની જાહેરાત રાજકોટ શહેર પ્રમુખ અશોક ડાંગર દ્વારા કરવામાં આવી હતી.

International / PM મોદી અને US રાષ્ટ્રપતિ જો બિડને ઇન્ડો-અમેરિકી બાબતોને લઇને કરી ચર્ચા

આ ઘટનાના પગલે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે.કોંગ્રેસે વિજય જાનીને ઉમેદવાર તરીકેનું મેન્ડેટ ફાળવ્યું હતું,વિજય જાની પોતે વોર્ડ નંબર 14 ના કોંગ્રેસ પ્રમુખ પણ છે.સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે વોર્ડ નંબર 14ના પૂર્વ પ્રમુખ માણસુર વાળાએ ફોર્મ ભરવા માટે પુરતી તૈયારીઓ કરી લીધી હતી પરંતુ માણસુર વાળાના બદલે મયુર સિંહ પરમારના નામનું મેન્ડેટ આવતા માણસુર વાળાની ટિકિટ કપાઈ ગઈ હતી.વિજય જાની અને માણસુર વાળા વચ્ચે સારા સંબંધો હોય જેથી નારાજ થઈ અને વિજય જાનીએ ફોર્મ પરત ખેંચ્યું હોવાની ચર્ચા રાજકોટના રાજકીય ગલિયારામાં થઈ રહી હતી.

Accident / હાલોલ-વડોદરા બાયપાસ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત બે યુવાનોના કરૂણ મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…