Crime/ કડીમાંથી પકડાઈ કબૂતરબાજી, અમેરિકા મોકલવાના નામે 1.50 લાખની છેતરપિંડી

રાજયમાં છેતરપીંડીના કિસ્સાઓ દિવસે દિવસે વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે ફરી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કિસ્સામાં મહેસાણાના કડીમાં આવેલ કરજીસણ ગામના બે યુવકોને કબૂતરબાજોએ વિદેશ મોકલવાના બહાને ચૂનો લગાવ્યો હતો. આ અંગે મહેસાણા એલસીબી પોલીસે બંને યુવાનોને મુક્ત કરાવી 5 આરોપીઓને જેલભેગા પણ કર્યા છે. કડી તાલુકાના કરજીસણ ગામનાકરજીસણના જયેશ જીતેન્દ્રસિંહ ચાવડા (22) […]

Gujarat

રાજયમાં છેતરપીંડીના કિસ્સાઓ દિવસે દિવસે વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે ફરી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કિસ્સામાં મહેસાણાના કડીમાં આવેલ કરજીસણ ગામના બે યુવકોને કબૂતરબાજોએ વિદેશ મોકલવાના બહાને ચૂનો લગાવ્યો હતો. આ અંગે મહેસાણા એલસીબી પોલીસે બંને યુવાનોને મુક્ત કરાવી 5 આરોપીઓને જેલભેગા પણ કર્યા છે. કડી તાલુકાના કરજીસણ ગામનાકરજીસણના જયેશ જીતેન્દ્રસિંહ ચાવડા (22) અને મયુર રામાભાઇ પટેલ (25)ને સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકા મોકલવાનું કહી એજન્ટોએ દિલ્હી બોલાવીને ગોંધી રાખ્યા હતા અને ચંડીગઢ એરપોર્ટ લઇ જવાનું કહી ગાડીમાં બેસાડી નશાકારક દવાની ગોળીઓ ખવડાવી બેભાન કરી તેમની પાસેથી રૂ.1,05,000 રોકડા, 400 ડોલર અને 2 મોબાઇલ, બંનેના પાસપોર્ટ વગેરે લૂંટી લીધા હતા.

27 જાન્યુઆરીએ ઘરેથી નીકળ્યા બાદ ફોન બંધ આવતો હોવાથી જયેશના પિતા જીતેન્દ્રસિંહ ચાવડાએ મહેસાણા એસપીને કરેલી અરજી આધારે એલસીબીએ તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સમાં બંનેના મોબાઇલ લોકેશન દિલ્હી મળી આવતા પીએસઆઇ એસ.બી. ઝાલા સહિત સ્ટાફે દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં વિકાસ સતવીરસિંગ બનાલ (ગુડગાંવ, હરિયાણા), કશ્યપ વિનોદચંદ શાહ (કલોલ, કુબેર નરસીના જૂના ચોરા પાસે), જીગર છોટાલાલ મહેતા (રાજકોટ, રોયલહોમ, ઘંટેશ્વર), અંકિત ભરતકુમાર દવે (કલોલ, મોટા સ્વામિનારાયણ મંદિરની બાજુમાં), રાહુલ પટેલ (સાંથલ) અને હરભજનસિંઘ ચાનસિંઘ રાજપૂત (લુધિયાણા, પંજાબ)ને પકડી બંને યુવાનોને મુક્ત કરાવ્યા હતા. મહેસાણા કઈઇ એ દિલ્હીથી 5 ની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…