Kolkata/ પામેલા ગોસ્વામી ડ્રગ્સ કેસમાં ભાજપના નેતા રાકેશ સિહના વધુ એક સાથીની ધરપકડ

ડ્રગ્સ કેસમાં પોલીસે અત્યાર સુધી કુલ 7 લોકોની ધરપકડ કરી છે

India

કોલકાતા  પોલીસે  થોડા દિવસ અગાઉ ભારતીય જનતા યુવા મોરચાના રાજ્ય સચિવ પામેલા ગોસ્વામી અને તેના મિત્રની કારમાંથી 90 ગ્રામ કોકેઈન જપ્ત કરી ધરપકડ કરવામાં આવી હતી. જે કેસમાં પોલીસે નેતા રાકેશ સિહના અન્ય સાથીની કોલકાતાના ન્યુ ટાઉન વિસ્તારમાંથી ધરપકડ કરી છે. ત્યારે પોલીસે કહ્યું છે કે આ કેસમાં તેના સાથી મિત્ર પણ સામેલ છે. તેમજ પામેલા ગોસ્વામીની એક મિત્રની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેની કારમાંથી પણ કોકેઈન મળી આવી હતી.

સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ન્યુ અલીપુર વિસ્તારમાં રહેતા 42 વર્ષીય આરોપી રાકેશ સિહનો નજીકનો સાથી છે. ડ્રગ્સ હેરફેર કરવામાં તેની ભૂમિકા મહત્વની છે.  તેમજ પોલીસે વધુમાં જણાવ્યું  હતું કે આ વ્યક્તિ પર એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોધવામાં આવ્યો છે.