@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ
અમદાવાદ સરદારનગરના બે PSIની બદલીના આદેશ થી ચર્ચાનો માહોલ સર્જાયો છે. જેમાં ઉચ્ચ અધિકારીના આદેશ અનુસાર PSI ડોડિયા અને મોથલીયાની બદલી કરવામાં આવી છે.. સરદારના PSI મોથલિયા વિવાદમાં આવ્યા હોવાથી બદલી થયાની ચર્ચા ચાલી રહી છે.. તો બીજી બદલીના આદેશ બાદ સરદારનગર PSI ડોડિયાની જગ્યા પર PSI દરજીને મુકાયા છે.. સેકટર-2 JCP ના રીડર તરીકે PSI દરજી ફરજ બજાવી રહ્યા હતા.જેઓ હવે સરદારનગર સર્વેલન્સ PSI તરીકે ફરજ બજાવશે. આ સાથે મેઘાણીનગર ના PSI હરકતને પણ સરદારનગર મુકાયા. જેઓ મેઘાણીનગર સર્વેલન્સ સ્કૉડના PSI તરીકે ફરજ બજાવે છે.. નોંધનીય છે કે અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ સરદારનગરમાં વધુ સારી કામગીરીના હેતુથી 4 PSI ની બદલીના આદેશ કરવામાં આવ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે. સરદાર નગર પોલીસ સ્ટેશન સેન્સેટિવ પોલીસ સ્ટેશન છે.. અને એટલે જ સારા અધિકારી રાખીને પોલીસ સ્ટેશનમાં સારી કામગીરી થાય તથા સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુથી પીએસઆઇની બદલીઓના આદેશ કર્યા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.
