Not Set/ મુકેશ અંબાણીના ઘરની બહાર PPE કીટમાં આવેલ શખ્સ હતો સચિન વાઝે? NIA કરી રહી તપાસ

સીસીટીવી ફૂટેજમાં એન્ટિલિયા નજીક એક વ્યક્તિને પી.પી.ઇ કીટ પહેરેલો જોવા મળે છે.

Top Stories India

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલ શંકાસ્પદ સ્કોર્પિયો કારને શું મુંબઈ પોલીસ અધિકારી સચિન વાઝે પાર્ક કરી હતી? એનઆઈએ દ્વારા કરવામાં આવેલી તપાસ અંગે આ સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે. એનઆઈએના સૂત્રોના જણાવ્યા અનુસાર, એજન્સી આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજમાં એન્ટિલિયા નજીક એક વ્યક્તિને પી.પી.ઇ કીટ પહેરેલો જોવા મળે છે. શંકાસ્પદ સ્કોર્પિયો મળી આવી તે જ દિવસના આ ફૂટેજ છે. એજન્સી હાલમાં તપાસ કરી રહી છે કે પી.પી.ઇ. કીટ પહેરેલી વ્યક્તિ સચિન વાઝે છે કે અન્ય કોઈ છે.

આ પણ વાંચો : પ્રચાર દરમિયાન કમલ હાસનની કાર પર યુવકે કર્યો હુમલો, પછી થયું આવું…

આ સિવાય 25 ફેબ્રુઆરીની સાંજે એનઆઈએ તપાસ કરી રહ્યું છે કે સચિન વાઝેનું લોકેશ શું હતું જે દિવસે, શંકાસ્પદ સ્કોર્પિયો કાર મળી આવી હતી, જેમાંથી 20 જિલેટિનની લાકડીઓ મળી આવી હતી. એટલું જ નહીં, આ કારમાંથી ધમકીભર્યો પત્ર પણ મળ્યો હતો. આ પત્રમાં મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને સંબોધતા લખ્યું હતું કે આ ટ્રેલર છે, સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. 25 ફેબ્રુઆરીએ સચિન વાઝેનું  લોકેશન શું હતું તેની તપાસ એનઆઈએ કરી રહી છે. જો તે એન્ટિલિયા નજીક ન હોત, તો તે ક્યાં હતો? આ માટે એનઆઈએ દ્વારા સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.

હિરેનની પત્નીએ સચિન વાઝે પર વ્યક્ત કરી હતી  શંકા

આપને જણાવી દઈએ કે, સચિન વાઝેની શનિવારે મોડી રાત્રે એનઆઈએ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ, એજન્સી દ્વારા કલાકો સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. એન્ટિલિયાની બહારથી મળી આવેલી સ્કોર્પિયો કારના તાર મનસુખ હિરેન સાથે સંકળાયેલા હતા, જે થાણેમાં ઓટો પાર્ટ્સનો ધંધો કરતો હતો. પરંતુ 2 માર્ચે મનસુખ હિરેનનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. આ પછી, પત્નીએ નોંધાવેલા એક રિપોર્ટમાં વાઝે પર તેના પતિની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હિરેનની પત્નીના આરોપો બાદથી વાઝેની ભૂમિકા પર પ્રશ્નાર્થમાં છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ કેસ એનઆઈએનેઆપ્યો હતો.

આ પણ વાંચો : દિલ્હીથી ગાઝિયાબાદ, નોઈડા જઇ રહેલા લોકો માટે ખુશખબર, આજથી ખોલવામાં આવ્યો NH-24 નો એક ભાગ