Not Set/ ગરમીમાં દહીંનું સેવન કરવાથી થાય છે અનેક ફાયદાઓ

ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે ગરમી વધવાની સાથે આપણા ખોરાકમાં પણ ફેરફાર કરવા પડે છે તેવામાં ગરમીના દિવસોમાં રોજના ભોજનમાં દહીંનો ઉપયોગ અચૂક કરવો જોઈએ દહીંનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય અને સૌંદર્ય બન્ને લાભ થાય છે દહીમાં પ્રોટીન કેલ્શિયમ વિટામિન બી૧૨ સહિતના પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી હોય છે. આ વાત […]

Health & Fitness Lifestyle

ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે ગરમી વધવાની સાથે આપણા ખોરાકમાં પણ ફેરફાર કરવા પડે છે તેવામાં ગરમીના દિવસોમાં રોજના ભોજનમાં દહીંનો ઉપયોગ અચૂક કરવો જોઈએ દહીંનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય અને સૌંદર્ય બન્ને લાભ થાય છે દહીમાં પ્રોટીન કેલ્શિયમ વિટામિન બી૧૨ સહિતના પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી હોય છે.

આ વાત તો થઈ સ્વાસ્થ્યની પરંતુ દહીં સૌંદર્ય માટે પણ વરદાન સમાન છે ઉનાળામાં થતી ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે તમે દહીં અને ચહેરા પર લગાવી પણ શકો છો તેમાં પણ જો તમારી ત્વચા રૂક્ષ એટલે કે ડ્રાય હોય તો દહીં તમારા માટે વરદાન સાબિત થશે.

દહીંની તાસીર ઠંડી હોય છે જેના કારણે ગરમીના દિવસોમાં થતી ગેસ અપચા જેવી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે છે સાથે જ દહીં પાચન ક્રિયાને મજબૂત બનાવે છે. દહીનું સૌથી મોટો ફાયદો એ છે કે તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને સાથે જ વજન પણ વધવા દેતું નથી. રોજ દહીં ખાવ છો તો પણ શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ બનતું નથી આ સિવાય બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવામાં પણ દહીં મદદ કરે છે.

જેમને ચિંતા હોય છે કે થોડું ઘણું ખાવાથી પણ વજન વધી જાય છે તેમણે દહીંનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ કારણ કે તમે એક વાટકી દહીં ખાશો તો લાંબા સમય સુધી ભૂખ લાગશે નહીં જેના કારણે તમારું વજન નિયંત્રિત રહેશે.

દહીંમા સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જેના કારણે તે હાડકાંને મજબૂત રાખવામાં પણ મદદ કરે છે દહીંનું સેવન નિયમિત કરવાથી હાડકા નો દુખાવો દૂર થાય છે.