કોરોનાનો સમય તમામ વ્યક્તિ માટે કપરો છે. તેમાં પણ રોજબરોજના વધતા કેસો અને નજીકના સબંધીઓના નિધનના સમાચાર સાંભળી ગમે તેવી મક્કમ વ્યક્તિના મનોબળ પણ ડગી જાય છે. જેમાં ખાસ કરીને મહિલાઓ જેમના પર ઘર, પરિવાર અને બાળકોની જવાબદારી હોય સાથે જ જોબ પણ કરતી હોય તો તેમના કામ બેવડુ નહીં ત્રેવડુ બની જાય છે. આવા સમયે સૌથી પહેલા તેમને સ્વસ્થ અને મનથી મક્કમ રહેવાનું હોય છે. કારણ કે તેમનામાં હકારાત્મક્તા હશે તો જ તે દરેક વ્યક્તિને સાચવી શકશે. તે ખુશ રહેશે તો બધાને ખુશ રાખી શકશે. તો મહિલાઓને ખુશ રાખવાનું કાર્ય કરી રહ્યા છે. અમદાવાદના નાર ટાઉનના કોમલબેન નિરંજનભાઇ પટેલ.
કોરોનાના કપરા સમયમાં ઘણી બધી મહિલાઓ વર્કફ્રોમ હોમ કરે છે. તો ઘણી મહિલાઓ ગૃહકાર્ય કરે છે. આ તમામ મહિલાઓ ફ્રેશ રહેવા માટે ક્રોશેટ ક્વિન ગ્રુપ સાથે જોડાયેલી છે. આ ગ્રુપમાં અંકોડીના ઉપયોગથી ઉનની જુદી-જુદી વસ્તુઓ બનાવવામાં આવે છે. અને તે વૃદ્ધાશ્રમ, કેન્સર ગ્રસ્ત બાળકો, ગરીબ બાળકો અને જુદા-જુદા જરૃરીયાતમંંદ લોકોને વસ્તુ આપવામાં આવે છે. હાલ કોરોનાકાળમાં ઘરમાં નવરાસની પળમાં પોતાના માઇન્ડને ફ્રેશ રાખવા માટે મહિલાઓ આ કાર્યમાં જોતરાઇ રહે છે. સાથે જ સેવાકીય પ્રવૃતિ પણ કરે છે. હાલમાં આ ગ્રુપમાં 60 જેટલી બહેનો જોડાઇ છે.
ક્રોસેટ ક્વિન ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ડાયરેક્ટરના કોમલબેન કહે છે, વર્તમાન સમયમાં પરિસ્થિતી એવી છે કે તમામ વ્યક્તિએ ઘરમાં રહી ઘીરજ સાથે કામ કરવાની જરૃર છે. તેમા ખાસ કરીને મહિલાઓ પર ઘરનો ભાર વધારે હોય છે. આવા સમયે તેઓ ખુશ રહેવા માટે આ કાર્ય કરે છે. ગ્રુપમાં જોડાતી દરેક મહિલા નિઃશુલક ભાગ લે છે. અને પોતાની ઇચ્છા પ્રમાણે વસ્તુ બનાવે છે. જેને ક્રોશેટ વર્ક આવડતુ નથી હોતુ તેમને અમે શીખવાડીયે પણ છે. અને તે પણ કોઇ ચાર્જ વગર. અમારો આશય સેવાનો અને બધાને ખુશ રાખવાનો છે. અમારા ગ્રુપમાં દરેક મહિલા સાથે મળીને કાર્ય કરે છે. અનેક એવોર્ડથી પણ અમને સન્નમાનીતકરવામાં આવ્યા છે. ઘર, પરીવારની સાથે અમે જ્યાં જોબ કરીએ છીએ ત્યાંથી પણ આ સુંદ કલા માટે સર્પોટ કરવામાં આવે છે. અમારા મતે કોરોના કાળમાં મનને પ્રફુલીત રાખવા માટેનું આ કાર્ય અદ્ભુત છે.
ક્રોશેટ ક્વિન ગ્રુપ દ્ધારા પાણીના બોટલનું કવર, લાલટેન, ચાવી મુકવાનું કવર, સ્માઇલી જેવી જુદી-જુદી અઢળક વસ્તુ બનાવીએ છીએ.
