વરસાદી માહોલ/ અમદાવાદ-વડોદરા અને સુરત-વલસાડ માં પવન સાથે વરસાદ,વાવાઝોડા ની અસર , ભારે વરસાદ ની આગાહી

અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ તો વડોદરા માં વરસાદી છાંટા તેમજ સુરત-વલસાડ માં પણ ભારે પવન સાથે વરસાદ  પડતો જોવા મળ્યો હતો .આ ઉપરાંત   આગામી  દિવસોમાં  ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં રવિવારે બપોર બાદ ઘણા વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ સાબરમતી, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, સરખેજ […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ તો વડોદરા માં વરસાદી છાંટા તેમજ સુરત-વલસાડ માં પણ ભારે પવન સાથે વરસાદ  પડતો જોવા મળ્યો હતો .આ ઉપરાંત   આગામી  દિવસોમાં  ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

અમદાવાદ શહેરમાં રવિવારે બપોર બાદ ઘણા વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ સાબરમતી, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, સરખેજ તથા વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં છાંટા પડ્યા હતા. વરસાદી છાંટા પડતા દિવસભરના ઉકળાટ બાદ અમદાવાદીઓએ થોડી રાહત અનુભવી હતી. શહેરમાં તાઉ-તે વાવાઝોડાની અસરના પગલે હજુ 20 મે સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાદ દ્વારા કરવામાં આવી છે.
તાઉ-તે વાવાઝોડાની અસરના પગલે 16થી 20 મે સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી સાઉથ ગુજરાત, ગીર સોમનાથ, અમરેલી,
સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ તથા દક્ષિણ પણ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 18મી તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરામાં પાટણ, મહેસાણા, અરાવલી, મહિગાસર, સાબરકાંઠા, બનાસકાંઠા, મોરબી તથા કચ્છમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.