વડોદરા/ ભારે પવનથી ગોત્રી હોસ્પિટલની નર્સ પર કાચ તૂટી પડ્યો, ઈજાગ્રસ્ત થઈ

વડોદરામાંથી  તાઉતે  વાવાઝોડાની  વ્યાપક અસર જોવા મળી છે. વડોદરા જિલ્લામા ભારે પવન સાથે  વરસાદ  પડતો જોવા મળી રહ્યો હતો  .  હજુ પણ  વરસાદ અવિરત  જોવા મળી રહ્યો છે , જેમના  કારણે લોકોનું  જનજીવન અસ્તવ્યસ્ત  થતું જોવા મળી રહ્યું છે . . કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા.  વડોદરાની ગોત્રી હોસ્પિટલની નર્સ પર કાચ તૂટી […]

Gujarat Vadodara

વડોદરામાંથી  તાઉતે  વાવાઝોડાની  વ્યાપક અસર જોવા મળી છે. વડોદરા જિલ્લામા ભારે પવન સાથે  વરસાદ  પડતો જોવા મળી રહ્યો હતો  .  હજુ પણ  વરસાદ અવિરત  જોવા મળી રહ્યો છે , જેમના  કારણે લોકોનું  જનજીવન અસ્તવ્યસ્ત  થતું જોવા મળી રહ્યું છે . . કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા.  વડોદરાની ગોત્રી હોસ્પિટલની નર્સ પર કાચ તૂટી પડતા તે ઘાયલ  થઈ છે .

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ભારે પવનને કારણે એક નર્સ પર કાચ પડ્યો હતો. વાવાઝોડાના કારણે હોસ્પિટલનો એક કાચ નર્સ પર પડ્યો હતો. જેમાં નર્સને ઈજા  હાથના ભાગે થતી જોવા મળી .  છે. નર્સને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. તો સાથે જ ગોત્રી હોસ્પિટલના મેઈન ગેટના કાચના દરવાજા પણ ભારે પવનના કારણે તૂટ્યા હતા. દરવાજા તૂટતાં હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ છે. આ કારણે હોસ્પિટલ પરિસરમાં વરસાદી પાણી પણ ઘુસ્તું જોવા મળી  રહ્યું હતું.