ગુજરાત/ બલદાણા ગામ નજીક CNG પંપ પાસે કાર અને આઇસર વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત

લીંબડી-રાજકોટ હાઇવે ઉપર બલદાણા ગામ નજીક CNG પંપ પાસે કાર અને આઇસર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

લીંબડી-રાજકોટ હાઇવે ઉપર બલદાણા ગામ નજીક CNG પંપ પાસે કાર અને આઇસર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બેદરકારી: અમદાવાદમા રામોલ વિસ્તારમા રાષ્ટીઁય પક્ષી મોરની સારવાર માટે બેદરકાર બન્યું જંગલ ખાતું

લીંબડી-રાજકોટ હાઇવે પર અવારનવાર ગોઝારા અકસ્માતના બનાવો બનતા હોય છે. જેમાં અનેક લોકો અકાળે મોતને ભેંટવાના બનાવો સામે આવે છે. આવો જ એક ગમખ્વાર અકસ્માત લીંબડી-રાજકોટ હાઇવે પર બનવા પામ્યો હતો. જેમાં લીંબડીના બલદાણા ગામ નજીક CNG પંપ પાસે કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

કલેકટરને મોટી સફળતા: રાજકોટમાં ઓક્સિજનની અછત સ્વપ્ન બની જશે, રશિયાનો ઓક્સિજન પ્લાન્ટ સિવિલમાં સ્થપાશે

આ અકસ્માતના ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા. આ ગોઝારી ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે લીંબડી સરકારી હોસ્પિટલે મોકલી અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.