@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
પાટડી તાલુકાના સુરેલ ગામે સુરેલા, વાસાણી, બદોસણા અને કોળી સમાજના લોકોને સ્મશાને બાવળીયાના અડીંગા સાથે અસામાજિક તત્વો દ્વારા દબાણ કરાતા હાલમાં નનામી લઇ જવાય એવી સ્થિતી પણ નથી. આ અંગે અનેકો રજૂઆત છતાં કોઇ જ કાર્યવાહી ન થતાં છેવટે જીલ્લા લેવલે કલેક્ટરને રજૂઆત કરાઇ છે.
વિશ્વ સાયકલ દિવસ / ધ્રાંગધ્રાની યુવા બ્રિગેડનું અનોખું સાયકલીંગ અભિયાન, 1 વર્ષમાં 60 હજાર કિ.મી.થી પણ વધારે કર્યુ સાયકલીંગ
પાટડી તાલુકાનાં સુરેલ ગામે આશરે 3000ની વસ્તી છે. સુરેલ ગામનાં સુરેલા, વાસાણી, બદોસણા અને કોળી વગેરે લોકોના સ્મશાને જવા માટેનો એક માત્ર રસ્તો છે. આ રસ્તે ગામમાં કોઇ મૃત્યુ થાય તો ત્યાંથી નનામી પણ લઇ જવાય એવો રસ્તો નથી. આ રસ્તા પર ચારે બાજુ બાવળનો અડીંગો હોવાથી નીકળી શકાય એમ નથી. વધુમાં આ રસ્તા માટે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતમાં અનેકો વખત લેખીત રજૂઆત કરવા છતાં કોઇ જ કાર્યવાહી હાથ ન ધરાતા લોકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે. વધુમાં આ રસ્તા પરની ખરાબ હાલતની જમીનમાં અસમાજિક તત્વોએ ગેરકાયદેસર દબાણો કરેલા છે. જે અંગે એમને અનેકો વખત દબાણ દૂર કરવાનું કહેવા છતાં દબાણ દૂર કરતા નથી અને ધમકીઓ પણ આપે છે. આ અંગે સુરેલ ગામના દિનેશભાઇ સુરેલા સહિતના ગ્રામજનોએ આ બાબતે તાકીદે કાર્યવાહી કરી દબાણ દૂર કરવામાં નહીં આવે તો ગાંધી ચિધ્યાં માર્ગે આંદોલન કરવાની સાથે જીલ્લા લેવલે કલેક્ટરને લેખીત રજૂઆત કરાઇ છે.

