રોડ અકસ્માત/ મહેસાણા દેવરાસણ રોડ પર કાર પલ્ટી મારતાં મહિલા કોન્સ્ટેબલનું મોત

રોડ અકસ્માતમાં મહિલા કોન્સ્ટેબલનું મોત

Gujarat

મહેસાણામાં ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ્ટેબલને વતનથી પરત ફરતા અકસ્માત થયો હતો. અક્સ્માતમાં મહિલા હેડ કોન્સ્ટેબલનું નિધન થયું હતુ અને 5 ઈજાગ્રસ્ત થયા હતા.

મહેસાણા પોલીસ માં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મી કૌલાશબેન નીનામા પરિવાર સાથે ભિલોડા થી મહેસાણા આવી રહ્યા હતા ત્યાં મહેસાણા નજીક દેવરાસણ અને રામપુરા વચ્ચે રસ્તામાં એકાએક ગાય વચ્ચે આવી જતા કાર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. પોલીસ કર્મી કૈલાશબેન સહિત 6 લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા જેમાં કૈલાશબેનનું અકસ્માતમાં ઘટના સ્થળે મૃત્યું થયું હતું જ્યારે અન્ય 5 લોકોને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખેસેડવામાં આવ્યા હતા.ગાય વચ્ચે આવતા માર્ગ અકસ્માતમાં મહિલા હેડ કોન્સ્ટેબલ પોલીસ કર્મીનું મૃત્યું થતા મહેસાણા પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી હતી. સમગ્ર બનવા મામલે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી પોલીસે અકસ્માતે મોત અંગે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે રોડ રસ્તા પર જાનવરોની અવરજવર ખુબ વધી ગઇ છે. અને સૈાથી વધારે રસ્તાઓ પર ગાય ફરતી હોવાથી રોડ અકસમાતના કિસ્સાઓ વધી ગયાં છે. પ્રશાસન આ જાનવરોને રોડ પર હટાવવા અંગે કોઇ નક્કર પગલાં લે તો અકસ્માત નિવારી શકાય છે આ રોડ પર.