Not Set/ રાજ્યમાં “મીઠા ઉદ્યોગ બોર્ડ”ની યોજના પાંચ વર્ષે અભરાઇએ

2016માં ધ્રાંગધ્રા ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મીઠ‍ાશ્રમ યોગ સંમેલનમાં મોટા પાયે જાહેરાત કરી હતી.

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા ખાતે “મીઠા ઉદ્યોગ બોર્ડ”ની યોજના પાંચ વર્ષે અભરાઇએ જ પડેલી છે. વધુમાં હાલમાં અગરિયા સમુદાય તાઉતે વાવાઝોડાથી તૂટી ગયેલી સોલર પેનલો હોય કે કમોસમી વરસાદનાં કારણે મીઠા ઉત્પાદનના ધોવાણનો મોઢે આવેલો કોળીયો છીનવાયો હોય કે વર્ષોથી રણમાં નર્મદાનાં મિસ મેનેજમેન્ટનાં કારણે ધોવાણ થતા મીઠાનું નુકસાન હોય જેવી સમસ્યાથી ઘેરાયેલો છેવાડાનો માનવી આજેય બિચારોને બાપડો હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે.

માસ્ક મુક્ત ફ્રાન્સ / આજથી ફ્રાન્સ માં માસ્ક ફરજીયાત નહિ ,કોરોના કર્ફ્યુ 20 જુને હટાવી લેવામાં આવશે

આજથી બરોબર પાંચ વર્ષ પહેલા ધ્રાંગધ્રા ખાતે તારીખ 1/5/2016 નાં રોજ યોજાયેલા મીઠા શ્રમયોગી સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીનાં એ વખતનાં પ્રદેશ પ્રમુખ અને હાલનાં રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં અધ્યક્ષ સ્થાને મળેલા શ્રમયોગી સંમેલનમાં જીલ્લાનાં પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા, રાજ્યનાં પૂર્વ પંચાયત મંત્રી અને હાલના ભાજપ પ્રદેશ ઉપ પ્રમુખ જયંતીભાઈ કવાડીયા, તેમજ પૂર્વ સંસદિય સચિવ શામજીભાઈ ચૌહાણ તથા આઈ. કે. જાડેજા વિગેરે આગેવાનોની ઉપસ્થિતમાં એક મહત્વની જાહેરાત એ પણ થઇ હતી કે અગરિયા શ્રમિકો માટે ભાજપ સરકાર “મીઠા ઉદ્યોગ બોર્ડ” બનાવશે એવી જાહેરાત વિજયભાઇ રૂપાણીએ કરી હતી. આથી છેવાડાના માનવી ગણાતા એવા અગરિયા સમુદાયને ભાજપ સરકાર હવે “મીઠા ઉદ્યોગ બોર્ડ” બનાવશે અને મીઠું પકવતા અગરિયાઓનો હવે યોગ્ય વિકાસ થશે.

CMની જાહેરાત / તાઉ’તે વાવાઝોડામાં અસર પામેલા અગરિયાઓને પ્રતિ એકર રૂ. 3000ની આર્થિક સહાય અપાશે

આ અંગે મીઠું પકવતા અગરિયાઓ માટે કામ કરતી દિશા નિર્દેશ સમિતીના જીતેન્દ્રકુમાર રાઠોડ આક્રોશ સાથે જણાવે છે કે, આવા સપનાઓ બતાવ્યા પછી પણ રાજ્ય સરકારની સોલર પમ્પ સીસ્ટમની સબસીડી યોજના હોય કે આરોગ્ય અને શિક્ષણ કે આંગણવાડીનાં બાળકો માટેનાં પૌષ્ટિક આહારની યોજનાની વાતો જેવી કેટલીય અગરિયાઓ માટેનાં પ્રોજેક્ટોનું બાળમરણ થતું આવ્યું છે. બીજી બાજુ કચ્છના નાના રણના અગરીયા સમૂદાયને બાર વર્ષ પહેલા એક રણમાં રહેવા માટે ક્યાંક કોઈને તંબુ અને 45′ થી 52′ ડીગ્રીના તાપમાનમા કામ કરવા માટે બુટ, ચશ્માં, ટોપી, અને એક સાયકલ આપ્યા બાદ સહાયના નામે સરકારે આ મીઠું અગરિયાઓને કયારેય કોઈ સધિયારો આપ્યો નથી. એ પછી તાઉતે વાવાઝોડાથી તૂટી ગયેલી સોલર પેનલો હોય કે કમોસમી વરસાદના કારણે મીઠા ઉત્પાદનના ધોવાણનો મોઢે આવેલો કોળીયો છીનવાયો હોય કે વર્ષોથી રણમાં નર્મદાના મિસ મેનેજમેન્ટના કારણે ધોવાણ થતા મીઠાનું નુકશાન હોય. વર્ષોથી આ પ્રકિયા શું આમ જ ચાલશે કે પછી અગરિયા સમુદાય પણ હવે અન્યાય થી ટેવાઈ ગયો છે કે શું ? એમણે વધુમાં જણાવ્યું કે, એક હિન્દી ફિલ્મનું જુનું ગીત યાદ આવે છે કે, “આપ આયે બહાર આઈ” આમ તો રાજકીય પાર્ટી “આપ” નો પગ પેસારો ગુજરાતમાં થઇ ગયો છે ત્યારે કૂંભકર્ણની ઘોર નિંદ્રામાં પોઢેલી રાજ્ય સરકાર અગરીયાઓના વર્ષો જુના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવશે કે પછી 21મી સદીનો અગરિયો હજી બિચારોને બાપડો જ રહેશે.