અમદાવાદઃ ગુજરાતીઓ વિશ્વપ્રવાસી છે તે બધા જાણે જ છે,પરંતુ ગુજરાત પણ વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં અગ્રેસર છે આ વાત બહુ ઓછા લોકો જાણે છે. 27મી સપ્ટેમ્બરના વિશ્વ પ્રવાસન દિવસે વિશ્વપ્રવાસી International Tourism Day ગુજરાતીઓના ગુજરાતને વિદેશી પ્રવાસીઓ પગે ખૂંદી વળવા માંડ્યા છે તે હકીકત છે.
ગુજરાતમાં યાત્રાધામો છે અને તેની મુલાકાત ગુજરાતીઓ નિયમિત રીતે અને અવશ્ય લે છે. પણ હવે સરકારે યાત્રાધામોની સ્થિતિ સુધારતા વિદેશી પ્રવાસીઓ પણ ગુજરાતના યાત્રાધામોની મુલાકાત લેવા માંડ્યા છે. ગુજરાતના આ આધ્યાત્મિક સ્થળોની સુવાસ આમ વિદેશ સુધી પ્રસરવા લાગી છે. તેમા પણ અમદાવાદ શહેર યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામતા ગુજરાતમાં આવતા અને અમદાવાદ આવતા વિદેશ પ્રવાસીઓની સંખ્યામાં ઉછાળો થયો છે. અમદાવાદ આવનારા પ્રવાસીની સંખ્યા ત્રણ લાખને આંબી ગઈ છે તો રિવરફ્રન્ટની International Tourism Day મુલાકાત લેનારાઓની સંખ્યા એક લાખ કરતાં પણ વધુ છે.
આ સિવાય ગુજરાતમાં ત્રણ-ત્રણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થયા અને સારા હાઇવે જેવી માળખાકીય સગવડોએ પણ વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ગુજરાત આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યા ચાલુ વર્ષે વીસ લાખને આંબી જાય તેમ માનવામાં આવે છે. સપ્ટેમ્બર સુધીમાં 15 લાખથી પણ વધુ પ્રવાસીઓ ગુજરાત આવી ચૂક્યા છે. ગયા વર્ષે ગુજરાતમાં લગભગ 18 લાખ જેટલા વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા.
ગુજરાતમાં યાત્રાધામો ઉપરાંત કચ્છના ધોરડો રણ અને આ સફેદ રણમાં ટેન્ટની સગવડે પણ તેમા મહત્વની ભૂમિકા ભજવી છે. રાજ્યમાં વિદેશી પ્રવાસીઓ માટે ખાસ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. દેશમાં બીજા International Tourism Day કોઈપણ રાજ્યએ વિદેશી પ્રવાસીઓ માટે આ પ્રકારની સગવડ ઉભી કરી નથી. ગુજરાતની વિશેષતા એ છે કે અહીં પૌરાણિક, ઐતિહાસિક, હેરિટેજ, ધાર્મિક, આધ્યાત્મિક અને પર્યાવરણીય તથા એડવેન્ચર ટુરિઝમ દરેક પ્રકારનો અવકાશ છે. તેથી આ બધાનું સંયોજન વિદેશ પ્રવાસીઓને વિશેષ રીતે આકર્ષી ગયું છે.
ગયા વર્ષે ભારતમાં લગભગ 86 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા, તેમાથી લગભગ 18 લાખ ગુજરાત આવ્યા હતા. આમ દેશના કુલ પ્રવાસનમાં પણ ગુજરાતનો ફાળો 20 ટકાથી વધુ હતો. જો કે આ રીતે વિદેશી પ્રવાસીઓને ગુજરાત લાવવામાં વાઇબ્રન્ટ ગુજરાત, પીએમ મોદીની ઇમેજ તથા ગુજરાતીઓની વિશ્વપ્રવાસી તરીકેની છાપ તથા રાજ્યએ સાધેલો વિકાસ આ બધી બાબતોનું સંયોજન છે.
આ પણ વાંચોઃ સુરતમાં શિક્ષણ સમિતિની સામાન્ય સભા તોફાની બની, જુઓ ફોટો
આ પણ વાંચોઃ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી
આ પણ વાંચોઃ નરાધમ પિતા સહીત સગીરાને 8 વ્યકિતએ બનાવી હવસનો શિકાર, આ રીતે ફૂટ્યો ભાંડો
આ પણ વાંચોઃ સુરત સિવિલ હોસ્પિટલમાં પુત્રને સારવાર ના મળતા પિતાની આંખમાં આસું
