Not Set/ વિપુલ ચૌધરીને કોર્ટમાં મોટો ઝટકો, નહીં જઈ શકે વિદેશ

વિપુલ ચૌધરીએ અમેરિકા પુત્રની કોલેજના કાર્યક્રમમાં મંજુરી માંગી હતી. જોકે, કોર્ટે વિપુલ ચૌધરીની અરજી ફગાવી દીધી છે. હવે વિપુલ ચૌધરી વિદેશ પ્રવાસ કરી શકશે નહી.

Top Stories Gujarat Others
  • કોર્ટે વિપુલ ચૌધરીની માગને ફગાવી
  • વિપુલ ચૌધરીએ અમેરિકા જવા માટે માંગી હતી મંજૂરી
  • પુત્રના કોલેજ કાર્યક્રમમાં જવા માગી હતી મંજૂરી
  • વિપુલ ચૌધરી નહીં જઈ શકે વિદેશ

મહેસાણાની દૂધસાગર ડેરીના બોનસ પગાર કૌભાંડના આરોપી વિપુલ ચૌધરીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કોર્ટ તરફથી તેમણે મોટો આંચકો મળ્યો છે. વિપુલ ચૌધરીએ અમેરિકા પુત્રની કોલેજના કાર્યક્રમમાં મંજુરી માંગી હતી. જોકે, કોર્ટે વિપુલ ચૌધરીની અરજી ફગાવી દીધી છે. હવે વિપુલ ચૌધરી વિદેશ પ્રવાસ કરી શકશે નહી.

દૂધ સાગર ડેરી બોનસ પગાર કૌભાંડ મામલે કાયદાનો સામનો કરી રહેલા વિપુલ ચૌધરીએ પોતાના દીકરાની કોલેજની કોમેન્સમેન્ટ સેરેમનીમાં ભાગ લેવા માટે અમેરિકા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેના માટે તેમણે કોર્ટ સમક્ષ પાસપોર્ટની માંગ કરી હતી.  કોર્ટમાં સ્પેશિયલ સરકારી વકીલ વિજય બારોટની દલીલને ધ્યાને લઇ અમદાવાદના સીટી સીવીલ સેશન્સ જજ ડી. વી. શાહ સાહેબે વિપુલ ચૌધરીની માંગ ફગાવી દીધી હતી. કોર્ટે પાસપોર્ટ આપવા પર મનાઈ ફરમાવી છે.

શું છે બોનસ પગાર કૌભાંડ ?

વર્ષ 2014માં મહેસાણા સહકારી દૂધ ઉત્પાદક સંઘના પૂર્વ ચેરમેન તરીકે વિપુલ ચૌધરી કાર્યરત હતા. તેમના વિરૂદ્ધ 2013માં મહારાષ્ટ્રમાં વિના મૂલ્યે સાગરદાણ મોકલી મહેસાણા દૂધ ઉત્પાદક સંઘને રૂ.22.50 કરોડનું નુકસાન સબબ મહેસાણા શહેર બીડીવીઝન પોલીસ સ્ટેશનમાં સહકારી દૂધ ઉત્પાદક સંઘને નુકસાન કરવા અંગેની ફરિયાદ દાખલ થઈ હતી

આ કેસમાં રાજ્યના રજીસ્ટરે ચેરમેનને સહકારી કાયદાની કલમ 76-બી મુજબ જાન્યુઆરી 2015માં નોટીસ આપી હતી. ત્યારબાદ ટ્રીબ્યુનલ કોર્ટે તા.29-7-2018ના રોજ રૂ.22.50 કરોડનું નુકસાન પહોંચાડવા બદલ 40 ટકા રકમ એટલે કે 9 કરોડ રૂપિયા મહેસાણા જિલ્લા સંઘમાં જમા કરાવાનો હુકમ કર્યો હતો.

આ હુકમ મુજબ 9 કરોડથી વધુ નાણાંની ભરપાઈ કરવા હાલના ચેરમેન આશાબેન ઠાકોર, વાઈસ ચેરમેન મોઘજીભાઈ પટેલ, એમડી એન.જે.બક્ષી તથા માજી ચેરમેન વિપુલ ચૌધરીએ કાવતરૂ રચી દૂધ સંઘના કર્મચારીઓ-અધિકારીઓને અગાઉના પ્રતિ વર્ષ એક પગાર બોનસમાં આપ્યો હતો. આમ આરોપીઓએ સંઘના નાણા અંગે આપેલા અધિકારોનો દૂર ઉપયોગ કરી સંઘે બોનસ પેટે રકમ જાહેર કરી હતી.

આ તમામે મળી 1932 કર્મચારીઓને જે રકમ તેમના બેન્ક એકાઉન્ટમાં આપી હતી તે રકમ 30 જેટલા અધિકારીઓને ષડયંત્રમાં સામેલ કરી પરત મેળવી હતી. જે રકમ આશરે રૂ.14,80,70,022 થાય છે. આમ, કર્મચારીઓ પાસેથી રોકડેથી રકમ ઉપાડી સંઘમાં જમા કરાવી હતી. આ ફરિયાદ અન્વયે સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરે વિપુલ ચૌધરીની અટક કરી હતી.