દેહગામ/ પરપ્રાંતીય મજૂરે પાઇપના 50 ફટકા મારીને ફેક્ટરી માલિકને પતાવી દીધા

દહેગામ શહેરમાં આવેલી જીઆઈડીસીની શ્રી હરિ પાઇપ ફેક્ટરીના માલિકને તેની જ ફેક્ટરીમાં કામ કરતા  પરપ્રાંતીય યુવકે લોખંડના પાઇપના 50થી વધારે ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે.

Gujarat Others

રાજય માં  દિવસે ને દિવસે  લૂંટ, આત્મહત્યા, બળાત્કાર,મર્ડર જેવા બનાવો  વધતા જોવા મળી રહ્યા છે . ત્યારે આજે  રાજ્યના પાટનગર એવા  ગાંધીનગર શહેરના ના દહેગામ  ખાતે  એક  ભયજનક હિસ્સો બન્યો હતો . જેમાં જીઆઈડીસી ખાતે એક પરપ્રાંતીય મજૂરે ફેક્ટરી માલિકની હત્યા  કરી નાખી છે.  દહેગામ શહેરમાં આવેલી જીઆઈડીસીની શ્રી હરિ પાઇપ ફેક્ટરીના માલિકને તેની જ ફેક્ટરીમાં કામ કરતા  પરપ્રાંતીય યુવકે લોખંડના પાઇપના 50થી વધારે ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને આગળ તપાસ હાથ ધરી છે .

મળતી માહિતી મુજબ આરોપી યુવક બિહારનો રહેવાસી હોવાનું  જાણવા  મળ્યું છે . યુવકનું નામ અખિલેશ બિહારી હોવાનું  જાણવા મળ્યું છે . આ ઉપરાંત  અખિલેશને ફેક્ટરીમાં આશરે 20-25 દિવસ પહેલા જ નોકરી પર રાખવામાં આવ્યો હતો. આ બનાવ ગુરુવારે રાત્રે બન્યો  હોવાનું જાણવા મળ્યું હતું .   તેમજ સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે બનાવ  રાત્રે 9:33 વાગ્યે બન્યો હતો.

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ફેક્ટરી માલિક મશીન ચેક કરી રહ્યા છે. બરાબર આ સમયે જ આરોપી યુવક પાછળથી આવે છે અને માથાના ભાગે એક ફટકો મારી દે છે. ફટકો માર્યા બાદ ફેક્ટરી માલિક ગૌતમભાઈ નીચે પડી જાય છે. જે બાદમાં ઈજગ્રસ્ત બનેલા ગૌતમભાઈ પર યુવક ફરીથી હુમલો કરે છે. યુવકે એક પછી એક 50 જેટલા ફટકા ગૌતમભાઈના માથામાં મારી દીધાનું સીસીટીવીમાં જોવા મળી રહ્યું  છે .