Not Set/ રાજકોટથી ગોવા જતી ફલાઈટના ટીકીટના ભાવ 18થી 20 હજારે પહોંચ્યા

રાજકોટ થી ગોવા માટેની સીધી હવાઈ સેવા ની સુવિધા મળતા હવે મોટાભાગના લોકો શુક્ર શનિ રવિ ત્રણ દિવસ ગોવા ફરવા જવાનો પ્લાન કરતા હોય છે.

Gujarat Rajkot

સમગ્ર દેશ માં કોરોના ની બીજી લહેર ભયાનક જોવા  મળી હતી જેમાં  લાખો લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા હતા . વધતા જતા કેસોને લીધે સરકાર દ્વારા અને નિયંત્રણ લગાવવામાં  આવ્યા હતા. આ ઉપરાંત હવાઈ મુસાફરી પણ રદ કરવામાં  આવી હતી . ત્યારે હવે કોરોના કેસ ઘટતા  નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે . જે અંતર્ગત ગોવા જવા માટે ના એર ફેર માં 4 ગણા નો વધારો થયો છે. ગોવા જવા માટેની સીધી ફ્લાઇટ રાજકોટ થી વધી જતાં દિન-પ્રતિદિન ગોવા માટેના ટ્રાફિક માં નોંધપાત્ર વધારો થયો છે. જોકે આ વિકેન્ડમાં ગોવા ની ટિકિટ પેસેન્જરોને મોંઘી પડશે,4 થી 5 હજાર ના ટિકિટના ભાવ આ સપ્તાહ માં 18 થી 20 હજાર ના ભાવ થઈ ગયા છે.

આ પણ વાંચો :મહારાષ્ટ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય 4 ઓક્ટોબરથી રાજ્યની શાળાઓ ખુલશે

વર્ષો બાદ રાજકોટ-ગોવા ફલાઈટ શરુ થતા રાજકોટ સહિતના પ્રવાસીઓને પર્યટન સ્થળ ગોવા જવાની વિમાની સેવા મળી છે. હાલ રાજકોટ-ગોવા ફલાઈટનું મુસાફર ટિકીટ ભાડુ રૂા.5000 આસપાસ છે. ડેઈલી 45થી50થી વધુ પ્રવાસીઓ ગોવાની સલેહગાહ માણવા જઈ રહ્યા છે. પણ શનિ રવિ આવતા ની સાથે જ આ ભાડું 18 થી 20 હજાર એ પહોંચી ગયું છે. બમણું ભાડુ હોવા છતા વિક એન્ડમાં ફલાઈટ ફુલ છે.

આ પણ વાંચો : PM મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને શું ભેટ આપી જાણો…

રાજકોટથી દિલ્હી, મુંબઈ, ગોવા જવા-આવવાનો ટ્રાફીક સારો હોવાનું એરલાઈન્સ કંપનીના સૂત્રોમાંથી જાણવા મળેલ છે. કોરોના કાળમાં ઘરમાં જ પુરાયેલા પરિવારો હવે શનિ-રવિ ફરવા ફરવા ઉપડી જાય છે, જેમાં રાજકોટ થી ગોવા માટેની સીધી હવાઈ સેવા ની સુવિધા મળતા હવે મોટાભાગના લોકો શુક્ર શનિ રવિ ત્રણ દિવસ ગોવા ફરવા જવાનો પ્લાન કરતા હોય છે.

આ પણ વાંચો :દિલ્હી રોહિણી કોર્ટ પરિસરમાં ફાયરિંગનો Video થયો વાયરલ

ગોવામાં કસીનો અને બાર ખુલી જતા આ વિક એન્ડ માં ગોવા ની ટિકિટના ભાવ આસમાને પહોંચ્યા છે.આગામી દિવાળી અને 31 ડિસેમ્બર એ રજાઓમાં ગોવા જવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, અનેક પ્રવાસીઓ ગોવાની ફલાઈટમાં અત્યારથી જ બુકીંગ સાથે હોટલનાં એડવાન્સ બુકીંગ કરાવી દીધા હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :સુરતમાં બાઇક સવાર ઉપર ટ્રક ફરી વળતા ઘટના સ્થળે જ કરુણ મોત, CCTV માં ઘટના કેદ