Not Set/ પાણીપુરી ખાવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણીલો તમે પણ…

પાણીપુરીનું નામ સાંભળતા જ કેટલાય લોકોના મોમાં પાણી આવી જતું હોય છે. જેને ખાવામાં સ્વાદ તો આવે જ છે

Health & Fitness Lifestyle

પાણીપુરી દેશમાં સૌથી પસંદગીના ફૂડમાંનું એક છે. જે સૌ કોઈને પસંદ આવે છે. પાણીપુરીનું નામ સાંભળતા જ કેટલાય લોકોના મોમાં પાણી આવી જતું હોય છે. જેને ખાવામાં સ્વાદ તો આવે જ છે, સાથે જ આપના સ્વાસ્થ્ય માટે પણ ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજે અમે આપને પાણીપુરી ખાવાના ફાયદા અને નુકસાન વિશે બતાવા જઈ રહ્યા છીએ.

વજન ઓછું કરવામાં મદદ મળે છે

ડાઈટ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર 6 પાણીપુરી ખાવાથી આપનું વજન ઓછુ કરવામાં મદદ મળે છે. તેને ખાવાથી આપને ખૂબ કેલોરી મળે છે અને આપનું પેટ લાંબ સમય સુધી ભરેલું રહે છે. તેનાથી આપ વધારે ખાવાનું ખાવાથી દૂર રહેશો. પાણી પુરી ખાવાની સાથે સાથે વર્કઆઉટ અને રોજ ફરવા પણ જઈ શકશો.

એસિડિટી દૂર કરે છે

પાણીપુરી ખાવાથી મળતા ફાયદામાં એસિડિટી પણ છે. જેનાથી છૂટકારો મેળવી શકાય છે. પાણીપુરીની સાથે જલઝીરામાં પુદીના, કાચ્ચી કેરી, મીઠુ, પિસાયેલું જીરુ અને સાધારણ મીઠાનું મિશ્રણ હોય છે. આ તમામ મિશ્રણ લેવાથી થોડા સમયમાં જ એસિડિટીથી છૂટકારો મળી જાય છે.

પાણીપુરીના પાણીમાં પુદીના, ઝીરા અને હીંગ મેળવેલી હોય છે. તેનાથી પાચનમાં મદદ મળશે. તો વળી ધાણાની પાનનો ઉપયોગ કરવાથી આપને સોજો ઓછો કરવામાં મદદ મળસે. હીંગ પીરિયડ્સ દરમિયાન રાહત આપશે. ઝીરા પાચનમાં મદદ કરશે અને મોંની દુર્ગંધ દૂર કરશે. પુદીના અથવા પુદીનાના પાન એન્ટીઓક્સિડેંટથી ભરેલા હોય છે. દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. પાચન અને શરદી તથા ખાંસીમાં પણ રાહત આપશે.