દેશમાં જ્યારે બીજી લહેરને મોટાભાગનાં લોકોનાં પરિવાર પર પોતાનો કહેર વરસાવ્યો હતો, ત્યારે દેશમાં ઘણા લોકો એવા હતા જેમણે પોતાની ફરજ સમજી લોકોને આ મુશ્કેલ સમયમાં પૂરતી મદદ કરી હતી. જેમા સોનૂ સૂદનું નામ મોખરે કહેવાતુ હતુ. ત્યારથી જ એવુ કહેવાતુ હતુ કે, જલ્દી જ સોનૂ સીદ રાજનીતિમાં પ્રવેશ કરશે, પરંતુ તેમ ન થયુ. જો કે હવે જે સમાચાર સામે આવી રહ્યા છે, તે સાંભળી તમે પણ ચોંકી જશો.
આ પણ વાંચો – Children’s day / દેશનાં પ્રથમ વડાપ્રધાન ચાચા નેહરુની જન્મજયંતિ પર PM મોદી સહિત અન્ય નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ
આપને જણાવી દઇએ કે, સોનુ સૂદે તાજેતરમાં એક મોટી જાહેરાત કરી સૌ કોઇને ચોંકાવી દીધા છે. જણાવી દઇએ કે, મોગામાં સોનૂ સૂદે તેમની બહેન સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરી એક મોટી જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી કે, તેમની બહેન માલવિકા સૂદ રાજકારણમાં આવશે. ગરીબોનાં મસીહા ગણાતા ભારતીય સિનેમાનાં પ્રખ્યાત અભિનેતા સોનુ સૂદની બહેન માલવિકા સૂદે રાજકારણમાં પદાર્પણ કરવાનું નક્કી કર્યું છે. આ તેમના જીવનનાં સૌથી નિર્ણાયક પગલાઓમાંથી એક બનવા જઈ રહ્યું છે. હવે તે કઈ પાર્ટીમાં જોડાશે? આ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ સ્પષ્ટ છે કે તે પંજાબથી રાજકારણમાં પ્રવેશ કરશે. જણાવી દઈએ કે, મોગામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અભિનેતાની બહેને રાજકારણમાં પોતાના પ્રવેશની જાહેરાત કરી હતી. અગાઉ, માલવિકા પંજાબનાં CM ચન્નીને મળ્યા હતા અને તેમણે પોતાના નિવેદનમાં CM ચન્ની અને દિલ્હીનાં CM કેજરીવાલનાં નામનાં વખાણ કર્યા હતા. આવી સ્થિતિમાં, એવી અટકળો હતી કે તે આમ આદમી પાર્ટી અથવા કોંગ્રેસમાં જોડાઈ શકે છે, પરંતુ હજી સુધી તે જાણી શકાયું નથી કે તે કઈ પાર્ટીમાં જોડાશે, પરંતુ એટલું ચોક્કસ છે કે જો તે ચૂંટણી લડશે તો તે મોગાથી ચૂંટણી લડી શકે છે. તેમણે પોતે પણ આના ઘણા સંકેતો આપ્યા છે. હવે આવી સ્થિતિમાં તેમનું પગલું શું આગળ વધશે? હમણાં માટે, ફક્ત સમય જ કહેશે.
#BREAKING | Actor #SonuSood announces that he will not contest election. @SonuSood says that his sister, #MalvikaSood, will enter politics.
“My sister will serve people of Punjab…We have not yet taken a call which political party she will go with.pic.twitter.com/X3xLo4jvJa
— Subodh Kumar (@kumarsubodh_) November 14, 2021
આ પણ વાંચો – કોરોનાની એન્ટ્રી / બનાસકાંઠામાં કોરોનાની દસ્તક, કિશોરને પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સફાળુ જાગ્યુ
અભિનેતા સોનુ સૂદ જે રીતે રાજકીય પ્રતિનિધિઓને મળી રહ્યા હતા, તે બાદ ઘણી વખત ચર્ચા થઇ કે તેઓ જલ્દી જ કોઇ પાર્ટીને જોઇન કરશે. તેઓ ક્યારેક કેજરીવાલને તો ક્યારેક કેપ્ટનને, તો ક્યારેક ચન્નીને મળી રહ્યા હતા. જો કે એ વાત સ્પષ્ટ છે કે, તે જે પણ પક્ષમાં જોડાશે તેને આવનારી ચૂંટણીમાં મોટો રાજકીય ફાયદો મળશે. આવી સ્થિતિમાં તમામ પક્ષો તેમને પોત-પોતાની પાર્ટીમાં લાવવામાં વ્યસ્ત છે, પરંતુ હજુ સુધી તેમના પાર્ટીમાં સામેલ થવાની કોઈ માહિતી સામે આવી નથી.
