ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષના નામની જાહેરાત ટૂંક સમયમાં થઇ જશે,છેલ્લા ઘણા સમયથી પ્રદેશ નેતૃત્વના બદલાવની વાતચીત ચાલી રહી હતી,અનેક સમીક્ષા બેઠક બાદ હવે રાજ્યના પ્રદેશ પ્રમખની જાહેરાત કરી દેવામાં આવશે.ત્રણ ચાર દિવસમાં ગુજરાત કોંગ્રેસની વરણી કરી દેવામાં આવશે. હાલ પ્રમુખ પદની રેસમાં બે નામ સૌથી આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ અને જગદીશ ઠાકોરમાંથી કોઇ એકને પ્રદેશ અધ્યક્ષની કમાન સોપવામાં આવી શકે છે. વિશ્વસનીય સૂત્રોએ આ માહિતી આપી છે.
આજે રાહુલ ગાંધી રાત્રે પરત આવી શકે છે તેઓ પાંચ દિવસના પ્રવાસ પર હતા ,આવતીકાલથી કોંગ્રેસ પાર્ટીની મનોમંથન બેઠકની શરૂઆત કરવામાં આવશે ,આ બેઠકમાં વિપક્ષના નેતાના નામની પણ ચર્ચા થવાની પુરી શક્યતા છે. આ વિપક્ષના નેતાઓ માટે હાલ ત્રણ કોંગ્રેસના નેતાના નામ ચાલી રહ્યા છે,કોંગ્રેસના શૈલેષ પરમાર,આનંદ ચૈાધરી અને પુજાભાઇ વંશના નામ વિપક્ષના નેતા માટે હાલ ટોપ પર ચાલી રહ્યા છે, આ 3 નેતામાંથી શૈલેષ પરમાર અને આનંદ ચૈૈાધરીના નામમાંથી કોઇ એક પર મહોર લાગી શકે છે તેવુ સૂત્રોનું કહેવું છે. આ ઉપરાંત પાંચ વાઇસ પ્રેસિડેન્ટના નામની ચર્ચા થશે પણ તે નામ પાછળથી જાહેર કરવામાં આવશે. રાજ્યની તમામ પરિસ્થિતિની ચર્ચા કરીને એક બે દિવસમાં દિગ્ગજ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવશે.
ત્રણ-ચાર દિવસમાં મળી શકે છે નવા પ્રમુખ
નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર-શક્તિસિંહનાં નામ
બે માંથી એકની થઇ શકે છે પસંદગી
આજે રાત્રે રાહુલ ગાંધી આવશે પરત
પાંચ દિવસનાં પ્રવાસ પર હતા રાહુલ ગાંધી
આવતીકાલથી શરૂ થશે મનોમંથન
વિપક્ષનાં નેતાનાં નામની પણ થશે જાહેરાત
વિપક્ષનાં નેતા માટે ત્રણ આગેવાનનાં નામ ચર્ચામાં
શૈલેષ પરમાર,આનંદ ચૌધરીનાં નામ મોખરે
વિકલ્પરૂપે પૂજાભાઇ વંશનું નામ પણ રેસમાં
પાંચ વાઇસ પ્રેસિડેન્ટનાં નામની પાછળથી થશે જાહેરાત
એક-બે દિવસમાં મોટા આગેવાનને બોલાવાશે દિલ્હી
