બનાસકાંઠા/ ગ્રામપંચાયતની ચૂંટણીના સમયે જ ધાનેરાના પેગિયા ગામે પાણીની સમસ્યા જોવા મળી રહી છે

પેગિયા ગામે છેલ્લા એક વર્ષ થી ટેન્કર રાજ ચાલે છે બે કરતા વધુ બોર બનાવેલા છે છતાં પાણી નથી. ભૂગર્ભ જળ ઉડે જતા બુંદ બુંદ માટે વલખા મારવાનો વારો આવ્યો છે

Gujarat

પંચાયતની ચૂંટણીના સમયે જ ધાનેરાના પેગિયા ગામે પાણીનો પોકાર સંભળાઇ રહ્યો છે. જો સત્વરે પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ચૂંટણી પછી આંદોલન કરવાની ચીમકી ગ્રામજનો દ્વારા આપવામાં આવી રહી છે.
સરપંચપદના ઉમેદવારે કરી છે.

સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ધાનેરાના પેગિયા ગ્રુપ ગ્રામ પચાયતમાં ચૂંટણીની સાથે પાણીનો મુદ્દો ઉછળ્યો છે.ગામ લોકોએ વારંવાર પંચાયતને રજુઆત કરી હોવા છતાં પીવાના પાણીની સમસ્યા ઠેર ની ઠેર જોવા મળી છે. છેલ્લા એક વર્ષથી ન તો બોરમાં પાણી આવ્યું છે. ન તો પાણી પુરવઠા વિભાગની પાઇપલાઇનમાં. પંચાયતની ચૂંટણી માથે છે ત્યારે હવે ગામલોકો સરપંચ પદ માટે ઉમેદવારને પૂછી રહ્યા છે કે પાંચ વર્ષ સુધી તમે શું કર્યું.શા માટે પાણીની સમસ્યાનો ઉકેલ ન લાવ્યા.

આ પણ વાંચો ;IND Vs NZ / ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મોટી જીત બાદ WTC માં જાણો કયા સ્થાને છે Team India?

પેગિયા ગામે છેલ્લા એક વર્ષ થી ટેન્કર રાજ ચાલે છે બે કરતા વધુ બોર બનાવેલા છે છતાં પાણી નથી. ભૂગર્ભ જળ ઉડે જતા બુંદ બુંદ માટે વલખા મારવાનો વારો આવ્યો છે પાણી ની સમસ્યા માટે ગામ ની મહિલાઓ ખેતરે ખેતરે ભટકવા મજબૂર બની છે પાણી ની ટાંકી છે તો ઢાંકણ નથી બોર બનાવ્યો તો મોટર બળી ગઈ છે આવી અનેક સમસ્યા સાથે ઘરે-ઘરે નળ ની યોજના એક સ્વપ્ન સમાન બની ગઇ છે.

પેગિયા ગામ ના સરપચ ને ગામના મુખ્ય પ્રશ્ન એવા પાણી બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું કે પાણી બાબતે અનેક વખત ઉપરી અધિકારીઓ અને ધારાસભ્યને રજુઆત કરી છે.. પણ કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી.તેમણે કહ્યું જો હવે તેઓ ફરી ચૂંટાશે..તો પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ધરણા પર બેસશે. હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે પેગિયાના મતદારો હવે પાણી મામલે ખોટા પડેલા વાયદાઓને લઇ જવાબ માંગવાના મૂડમાં છે.. જોવાનું એ રહેશે કે આ વખતની ચૂંટણી પેગિયા ગામના લોકોની પાણીની સમસ્યા દુર કરી શકે છે નહીં.

આ પણ વાંચો ;ધર્મ પરિવર્તન / વસીમ રિઝવીએ અપનાવ્યો હિંદુ ધર્મ, કહ્યુ- ઈસ્લામ ધર્મ નથી પણ આતંકવાદી જૂથ છે