સુરેન્દ્રનગર જીલ્લા મલકનું શહેર છે. અને સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેશનમાંથી રોજ હજારો મુસાફરો આવક જાવક કરે છે. પરંતુ છેલ્લા દશ વર્ષથી એસ.ટી. બસ સ્ટેશનનું બાંધકામ ચાલે છે, જેથી મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. હાલ હંગામી બસ સ્ટેશન બનાવેલુ છે. પરંતુ તેમાં કોઇ સુવિધાઓ નથી. અહીં પાણીની પરબ પણ બંધ છે, પંખા બંધ છે, યોગ્ય રીતે બસ ઉભી રાખવા કોઈ જગ્યા નથી. જેથી મુસાફરોએ તાત્કાલિક બસ સ્ટેશનનું કામ પુરૂ કરવા માંગ કરી છે. તો ધૂળ ખાતુ સુરેન્દ્રનગરનું ધુળિયું બસ સ્ટેન્ડ હાલ ખરાબ હાલતમાં જોવા મળે છે.

બસ સ્ટેન્ડની અંદર પ્રવેશ કરો એટલે ધૂળની ડમરીઓથી તમારું સ્વાગત થાય. સ્થિતિ એટલી ખરાબ કે બસ સ્ટેન્ડની અંદર રોડ જ બન્યા નથી. તો હંગામી બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે કોઈ સુવિધા જ નથી. ત્યારે મુસાફરો માટે પતરાના શેડ તો નાખ્યા છે. પણ મુસાફરોને બેસવા માટે બાકડા નથી. તો પંખા તો છે પણ તે ચાલુ અવસ્થામાં નથી. પીવાના પાણીની પરબ તો છે પણ પીવા લાયક પાણી નથી. અને બીજી તરફ સફાઈના અભાવે શૌચાલયમાં ગંદકી છે.
જ્યારે સુરેન્દ્રનગરનું જૂનું બસ સ્ટેન્ડ પાડી નવું આધુનિક બસ સ્ટેન્ડ બનાવવા માટે હોશે હોશે ખાત મુર્હૂત પણ કરી નાખ્યું હતું. ત્યારે લોકો ખુશ હતા કે સારી સુવિધા મળશે. પરંતુ છેલ્લા સાત વર્ષથી નવા બસ સ્ટેન્ડના કાચબાની ગતિએ ચાલતા કામના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. સુવિધાના નામે તો ઝીરો છે. રાત્રે તો બસ સ્ટેન્ડ ડરામણું બની જાય છે. બસ સ્ટેન્ડમાં લાઈટની પણ સુવિધા ન હોવાથી મુસાફરો રાત્રે રોકાતા ડરે છે.

સુરેન્દ્રનગરમાં રૂપિયા આઠ કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલા નવા બસસ્ટેન્ડનું કામ ગોકળગાયની ગતિએ ચાલતુ હોવાથી મુસાફર જનતામાં અસંતોષની લાગણી જોવા મળે છે. મુસાફરોના કહેવા મુજબ હાલના કામ ચલાઉ બસસ્ટેન્ડમાં પીવાના પાણી કે કેન્ટેીનની વ્યવસ્થા નથી. પુરતી બેઠક વ્યવસ્થા પણ નથી.પરિણામે બસની રાહ જોતા મુસાફરોને હાલાકી વેઠવી પડે છે. તેથી નવા બસસ્ટેન્ડનું કામ વહેલી તકે પુરૂ થાય તેવી માંગ ઉઠી રહી છે.

સુરેન્દ્રનગરના નવા એસ.ટી.બસ સ્ટેન્ડના નિર્માણનું કામ છેલ્લા ત્રણેક વર્ષથી ધીમી ગતિએ ચાલે છે. એરપોર્ટ જેવુ આધુનીક બસ સ્ટેન્ડ બનાવવાનું કામ ચાલી રહ્યુ છે. ચૂંટણી ટાણે જ નવા બસસટેન્ડનું લોકાર્પણ કરવાનો ટાર્ગેટ રખાયો હોય તે રીતે ધીમીગીતએ કામ ચાલતુ હોવાનું લોકો માને છે. મુસાફર જનતાની મુશ્કેલી એ છે કે, એસ.ટી.બસ સ્ટેશનના પાછળના ભાગે કામ ચલાઉ બસ સટેન્ડ છેલ્લા ત્રણ વર્ષથી બનાવવામા આવેલું છે. તેમાં મુસાફરો માટેની સુવિધાનો સદંતર અભાવ છે. અહિ પીવાના પાણીની વ્યવસ્થા નથી. કેન્ટીનની વ્યવસ્થા પણ નથી. બસની રાહ જોતા મુસાફરોને બેસવા માટે પુરતી બેઠક વ્યવસ્થા નથી. આવી અસુવિધાઓથી મુસાફરો અકળાઈ જાય છે. ખાનગી ટ્રાવેલ્સના એજન્ટો બસ સ્ટેન્ડની અંદર આવીને અસુવિધાથી અકળાતા મુસાફરોને ખેંચી જતા હોવાનું જાણવા મળે છે. સુરેન્દ્રનગર નવા એસ.ટી બસસ્ટેન્ડનુ કામ ઝડપથી પુરૂ કરીને વહેલી તકે લોકાર્પણ કરવામાં આવે તેવી મુસાફરોની માંગ ઉઠાવી છે.
