- સુરતના મહારાણા ચોકડી પાસે અકસ્માત
- ગોડાદરા પોલીસ સ્ટેશનની હદમાં અકસ્માત
- અકસ્માતમાં 7 વર્ષિય બાળકનું મોત
- અકસ્માતના કારણે લોકોમાં અરેરાટી
- ટ્રક પુરવઠા વિભાગનું હોવાની ચર્ચા
- પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
સુરતમાં મહારાણા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માતમાં 7 વર્ષીય બાળકનું કરૂણ મોત નિપજ્યું છે. ગોડાદરા પોલીસ સ્ટેશનની હદમાં ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.ઘટનાના પગલે મોટીસંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ત્યારે આ ટ્રક પુરવઠા વિભાગનું હોવાની ચર્ચા છે.બનાવની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો : બીલીમોરા બસ સ્ટેશન પર પોતાની જ બસ નીચે ડ્રાઈવરનું મોત
પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ ડીંડોલીના રામીપાર્ક પાસે રિઝન્ટ પ્લાઝામાં રહેતા પરમિંદ તિવારી તેનો 7 વર્ષીય ભત્રીજો હર્ષિત આશિષકુમાર તિવારી સાથે આજે બપોરે ઘરેથી મોપેડ પર રેલવે સ્ટેશન જવા નીકળ્યા હતા. તે સમયે ગોડાદરાના મહારાણા ચોકડી નજીક ટ્રકેચાલે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે ટ્રક ચાકલે બાળકને દુર સુધી ધસડી ગયો હતો.
આ પણ વાંચો :રાજકોટમાંથી યુવાનો માટે સામે આવ્યો આંખ ઉઘાડનારો કિસ્સો, વાંચીને તમે પણ..
પરમિંદ તિવારી (મૃતકના કાકા)એ જણાવ્યું હતું કે હું ભત્રીજા હર્ષિતને મોપેડ પર લઈ ડીંડોલી વિઝન પ્લાઝાથી સ્ટેશન જવા નીકળ્યો હતો. ત્યારે અચાનક એક ટ્રકના ચાલકે અડફેટે ચઢાવી હર્ષિત પર ટ્રક ચઢાવી કચડી નાખ્યો હતો. અકસ્માતના કારણે અરેરાટી ફેલાઈ ગઈ હતી. ટ્રક પુરવઠા વિભાગનું હોવાની બુમો પડી રહી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાળકના માંસના લોચા 50 ફૂટ સુધી વિખેરાય ગયા હતા.
ઘટનાની જાણ બાદ ગોડાદરા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. મૃતદેહને કબજો મેળવી પી.એમ. માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ત્યારબાદ ટ્રક કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો :રાજકોટમાં લાઇટ જતાં પિતાએ દીવાસળી સલગાવતા આચનક લાગી આગ, બાળકીનું મોત
આ પણ વાંચો :વડોદરામાં સ્ટડી રૂમમાં બે જોડિયા ભાઈઓએ કર્યો આપઘાત, એકનું મોત
આ પણ વાંચો :ગુજરાતમાં દારૂ લીગલ વેચાતો હોત તો સરકારને ટેક્ષરૂપી ફાયદો થાય : ભરતસિંહ સોલંકી
