Russia-Ukraine war/ યુક્રેન અને રશિયા વચ્ચે ત્રીજા તબક્કાની બેલારુસમાં વાતચીત શરૂ,રશિયાએ યુદ્વવિરામની કરી હતી જાહેરાત

યુક્રેન યુદ્ધ મામલે ઈન્ટરનેશનલ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે આ સુનાવણીમાં  રશિયા ભાગ લઈ રહ્યું નથી. આ સુનાવણી આજે અને કાલે બે દિવસ ચાલશે.

Top Stories World

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 12મો દિવસ છે. યુક્રેન યુદ્ધ મામલે ઈન્ટરનેશનલ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે આ સુનાવણીમાં  રશિયા ભાગ લઈ રહ્યું નથી. આ સુનાવણી આજે અને કાલે બે દિવસ ચાલશે.

બીજી બાજુ રશિયાએ સંપૂર્ણ યુક્રેનમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન યુદ્ધમાં ફસાયેલા લોકોને સુરક્ષિતપણે બહાર કાઢવા માટે હ્યૂમન કોરિડોર બનાવવામાં આવશે. આ બીજી વખત છે કે જ્યારે રશિયાએ યુક્રેનમાં યુદ્ધ વિરામની જાહેરાત કરી છે. આ અગાઉ બે શહેરમાં યુદ્ધવિરામ કરવામાં આવ્યું હતું. જોકે રશિયાએ કેટલાક કલાકમાં જ તેને પૂરું કરી વ્યાપક પ્રમાણમાં હુમલા શરૂ કરી દીધા હતા. યુદ્ધવિરામ વચ્ચે રશિયા અને યુક્રેન વચ્ચે બેલારુસમાં ત્રીજા દિવસે વાતચીત ચાલી રહી છે. બેલારુસના વિદેશ મંત્રાલયે આ અંગે જાણકારી આપી છે. આ અગાઉ 28 ફેબ્રુઆરીના રોજ પહેલા અને 3 માર્ચના બીજા તબક્કાની વાત કરી હતી.

જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના પ્રેસ સેક્રેટરી દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે જો યુક્રેન રશિયાની શરતોનું પાલન કરે છે તો સૈન્ય કાર્યવાહીને અટકાવી દેવામાં આવશે. પેસ્કોવે કહ્યું કે યુક્રેનને કહેવામાં આવ્યું છે કે જો તેઓ શરતો માનવા માટે તૈયાર હોય તો સૈન્ય કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં આવશે.

મોદીએ ઝેલેન્સ્કી અને પુતિન સાથે ફોન પર વાતચીત કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે લગભગ 50 મિનિટ સુધી વાત કરી હતી. તેમણે એ વાત પર સૌથી વધુ ભાર મૂક્યો કે યુદ્ધ-ક્ષેત્રમાંથી ભારતીયોને સલામત રીતે બહાર નીકળવા દેવા જોઈએ. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓ વચ્ચે લગભગ 35 મિનિટ સુધી વાતચીત ચાલી હતી. આ દરમિયાન તેમણે રશિયા-યુક્રેન વચ્ચેના સીધા સંવાદની પણ પ્રશંસા કરી હતી. આ સાથે તેમણે ત્યાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે યુક્રેનના સમર્થનનો આભાર માન્યો હતો.