છોટાઉદેપુર/ જીલ્લામા શિક્ષણ અધીકારીની અનોખી પહેલ ઘોરણ12માં પ્રથમ ત્રણ આવેલી દીકરીઓના ઘરે જઈને આપ્યા અભિનંદન

છોટાઉદેપુર જીલ્લામા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ મા દિકરીઓએ બાજી મારી છે જીલ્લામા એક થી ત્રણ ક્રમાંકમાં વિદ્યાર્થીનીઓ પાસ થતાં જિલ્લા શિક્ષણ અધિકારી પણ અનોખી પહેલ કરી. પ્રથમ ત્રણ ક્રમાંક મેળવતી વિધ્યાર્થિનીઓના ઘરે ઘરે જઈ સુભેચ્છા પાઠવી હતી

Gujarat

છોટાઉદેપુર જીલ્લામા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ મા દિકરીઓએ બાજી મારી છે જીલ્લામા એક થી ત્રણ ક્રમાંકમાં વિદ્યાર્થીનીઓ પાસ થતાં જિલ્લા શિક્ષણ અધિકારી પણ અનોખી પહેલ કરી. પ્રથમ ત્રણ ક્રમાંક મેળવતી વિધ્યાર્થિનીઓના ઘરે ઘરે જઈ સુભેચ્છા પાઠવી હતી.

છોટાઉદેપુર જિલ્લો મહિલાઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યો છે અહી એક અનોખો સંજોગ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો જિલ્લા કક્ષાએ મહિલાઓ ઉચ્ચ હોદ્દાઓ ઉપર બિરાજમાન છે

જેમાં જિલ્લા કલેક્ટર શ્રુતિ ચારણ , રાજ્ય કક્ષાના મંત્રી નીમીશાબેન સુથાર છોટાઉદેપુર મત વિસ્તાર ના સાંસદ તરીકે ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મલકાબેન પટેલ , તેમજ કૃષ્ણાબેન પાચાણી જે જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે.  ત્યારે હવે જીલ્લામાં ત્રણ દીકરીઓએ બાજી મારતા સોનામાં સુગંધ જોવા મળી રહી છે.

રાજ્યમા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નુ પરિણામ જાહેર થયુ છે. આદિવાસી પૂર્વ પટ્ટી માં કેટલાક વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે પાછળ રહેતા છોટાઉદેપુર જીલ્લા માં કઈક અંશે સુધારો જોવા મળતા 47.15 ટકા પરીણામ આવ્યું છે. જીલ્લાની ખાસ વાત એ છે કે એક જ શાળા મા અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થીનીઓએ જીલ્લામા પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્રમાંક મેળવી અનોખી સિધ્ધી હાંસલ કરી છે. જેમાં આંચલબેન સંતોષ ભાઇ પાંડે એ 650 માંથી 558 માર્ક  98.88 P. સાથે —  85.84 % લાવી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જયારે  રિધ્ધિ બેન હિતેશકુમાર શાહે 650  માંથી  556 માર્ક 98.68 P. સાથે – 85.53 % લાવી દ્વિતિય ક્રમાંક મેળવ્યો છે. અને  ખત્રી ખદીજાબાનુ મોહંમદ હયાત 650  માંથી  535 માર્ક 98.35 P–  સાથે 82.03 % લાવી તૃતીય ક્રમાંક મેળવ્યો છે.

છોટાઉદેપુર જીલ્લાની ત્રણ દિકરીઓ એક શાળામા અભ્યાસ કર્યો અને જીલ્લામાં  એક થી ત્રણ ક્રમાંક મેળવવાની સિધ્ધી હાંસલ કરી અને હવે ત્રણેય દિકરીઓ ડોક્ટર બનવા જઇ રહી છે. જીલ્લામા પ્રથમ ત્રણ આવેલી વિદ્યાર્થીનીઓએ ડોક્ટર બનવાની ઇચ્છા વ્યકત કરી ત્યારે એક જીલ્લો એક જ શાળા એક ગામ એક સાથે ત્રણ દીકરીઓ ડોક્ટર બનવાની વાત કરતા પરિવારજનોમા આનંદ ની લાગણી જોવા મળી રહી છે.

ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર થયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 47.15 ટકા આવ્યુ છે. જેમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર બોડેલીની શેઠ એચ.એચ શિરોલાવાલા હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ અનુક્રમે આંચલબેન સંતોષભાઈ પાંડે, રિદ્ધિબેન હિતેશકુમાર શાહ અને ખદીજાબાનું મોહંમદ હયાત ખત્રીએ પ્રાપ્ત કરી બોડેલી શાળા સમગ્ર નગરનું પણ ગૌરવ વધાર્યું છે.

છોટાઉદેપુર જીલ્લા ના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી ક્રિષ્નાબેન પાંચાણીએ એ.ડી.આઈ અશોકભાઈ સાથે શિરોલા હાઇસ્કૂલના આચાર્ય જીગ્નેશ ભાઈ શાહ તેમજ વિજ્ઞાન પ્રમાણે શિક્ષક સુરેશભાઈ પટેલ સાથે આ ત્રણેય દીકરીઓના ઘરે જઈને ફુલનો ગુલદસ્તો તેમજ સ્મૃતિ ભેટ આપી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી જિલ્લામાં એક અનોખી પહેલ કરી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા ત્રણે વિદ્યાર્થિનીઓ સહિત તેમના વાલીઓ તેમજ પરિવારમાં અનેરી ખુશી જોવા મળી હતી.

ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી ક્રિષ્નાબેન પાંચાણી એ ત્રણેય વિદ્યાર્થીનીઓને તેમના આગળના અભ્યાસ બાબતે ચર્ચા કરી અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી આગળ વધવા શુભેચ્છા આપી. જ્યારે પણ જરૂર પડે સંપર્ક કરવા કહ્યું હતું. ત્યારે ત્રણેય વિદ્યાર્થીનીઓનાં વાલીઓએ બોડેલી સ્કૂલમાં જ નીટની પરીક્ષા માટેની તૈયારીઓ કરવા ક્લાસ શરૂ કરાય તેવી લાગણી દર્શાવી હતી.