બ્રિટનની મહારાણી એલિઝાબેથનું ગુરુવારે અવસાન થયું. 96 વર્ષીય રાણીએ સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રાણીના નિધન પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શ્રદ્વાજંલિ આપી હતી.
I had memorable meetings with Her Majesty Queen Elizabeth II during my UK visits in 2015 and 2018. I will never forget her warmth and kindness. During one of the meetings she showed me the handkerchief Mahatma Gandhi gifted her on her wedding. I will always cherish that gesture. pic.twitter.com/3aACbxhLgC
— Narendra Modi (@narendramodi) September 8, 2022
PM મોદીએ ટ્વિટર પર લખ્યું મહારાણી એલિઝાબેથ 2 સાથે મારી મુલાકાત 2015 અને 2018માં થઇ હતી અને એ મુલાકાત યાદગાર હતી, હું તેમની હૂંફ અને દયા ક્યારેય ભૂલીશ નહીં. એક સભા દરમિયાન તેમણે મને મહાત્મા ગાંધીએ તેમના લગ્નમાં ભેટમાં આપેલો રૂમાલ બતાવ્યો. હું યાદગાર ક્ષણને હું યાદ રાખીશ
