ગામલોકોમાં રોષ/ હળવદના પ્રતાપગઢ ગામે છતે પાણીએ ગામલોકોને મારવા પડતા વલખા

પીવાના પાણીની પાઇપલાઇન હોવા છતાં પાણી છોડાતુ ન હોવાથી ગામલોકોમાં ભારે રોષ

Gujarat Others
હળવદના

હળવદના પ્રતાપગઢ ગામે છતે પાણીએ ગામલોકોને વલખા મારવા પડી રહ્યા છે.પીવાના પાણીની પાઇપલાઇન હોવા છતાં પાણી છોડાતુ ન હોવાથી  ગામલોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને ગામલોકોએ પાણી પુરવઠા તંત્ર સમક્ષ પૂરતા ફોર્સથી પ્રતાપગઢ ગામની પીવાના પાણીની પાઇપલાઇનમાં પાણી છોડાવાની માંગ ઉઠાવી છે.

હળવદના પ્રતાપગઢ ગામે ઘણા સમયથી પીવા લાયક પાણી મળતું ન હોવાની ગાંમલોકોએ ફરિયાદ ઉઠાવી છે. ગામના પાણીના ટાકામા માત્ર એક પરિવારના નળ જેટલુ જ પાણી આવે છે. અને એ પણ ક્યારેક પાણી આવે છે. આટલું ઓછું પાણી સામે ગામલોકોની સંખ્યા વધુ હોય બધાને પાણી પૂરું પડતું ન હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જ્યારે ગામનુ પાણી ક્ષારયુક્ત પાણી હોવાથી પથરી.પેટના દુખાવા અને સાંધાના દુખાવાની બીમારીનો લોકોને ભોગ બનવું પડે છે.

આ પાણી પ્રશ્ને ગ્રામપંચાયતે અગાઉ મામલતદાર. ટીડીઓ, ડીડીઓ અને કલેક્ટર સુધી રજુઆત કરી છતાં પાણીની સમસ્યા હલ થઈ નથી. જો કે પીવાના પાણીની પાઇપલાઇન હોવા છતાં તંત્ર દ્વારા પાણી છોડાતુ નથી. જ્યારે પાઇપલાઇનમા અસંખ્ય ભુતીયા કનેક્શન હોવા છતાં પાણી પુરવઠાના કર્મચારીઓને કોઇ પગલા ભરતા ન હોવાનો ગામલોકોએ આક્ષેપ કર્યો છે. સાથે સાથે તંત્ર સમક્ષ પુરતા પ્રેસર સાથે પીવાનુ પાણી આપવા ગામલોકોએ માંગ કરી છે.

આ પણ વાંચો:ચાલુ 64 ધારાસભ્યોને ટિકિટનું પ્રોમિસ, આ મહિનાના અંતમાં ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી શકે છે

આ પણ વાંચો:મંતવ્યના વાંચકોની હૈયા વરાળ, હાર્દિક ને ટિકિટ મળશે તો ભાજપને…

આ પણ વાંચો:ચૂંટણી પહેલાં ભાજપના નેતા હાર્દિક પટેલના હવાતિયાં, ક્યાથી લડી શકે છે ચૂંટણી ?