- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા મતદાન મથક
- શિલજ ખાતે આવેલ સ્કૂલમાં કર્યું મતદાન
- લોકોને પણ મતદાન કરવા કરી અપીલ
Chief Minister Bhupendra Patel ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કાના 14 જિલ્લાની 93 બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. બીજા તબક્કામાં 833 ઉમેદવારો મેદાનમાં છે અને આ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે 2.51 કરોડથી વધુ મતદાતાઓ મતદાન કરશે.આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિલજ મુકામે મતદાના કર્યું હતું અને ભારે મતદાન કરવા અપીલ કરી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો માટે આજે મતદાન થવાનું છે. જેમાં 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. જ્યારે કુલ ઉમેદવાર 833 છે. આજે અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, છોટા ઉદેપુરમાં પણ બીજા તબક્કાનું મતદાન શરુ થશે.
નોંધનીય છે કે ગુજરાતમાં પહેલા તબક્કાની 89 બેઠકોની સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીમાં મતદારોએ દાખવેલી નિરસતા રાજકીય પક્ષો અને લોકશાહીની ઉદ્દાત ભાવના સામે ચિંતા ઉપજાવનારી છે. કદાચ મતદારોના મનમાં એવી હતાશા ઉભી થઈ હશે કે ભાજપ આવે કે કોંગ્રેસ બધા સરખા જ છે ને? કોંગ્રેસ તરફી હોઈએ અને કોંગ્રેસના ઉમેદવારને મત આપીએ તો તે ભાજપમાં જતો રહેવાનો છે. ભાજપના શાસનમાં વિકાસની ગુલબાંગો વચ્ચે મોંઘવારી અને બેરોજગારીનો ભરડો તો છે જ ને?
સરકારી તંત્રમાં વધતો જતો બેફામ ભ્રષ્ટાચાર, બેરોજગારી ઉપરાંત શોષણ કરતી કોન્ટ્રાક્ટ તેમજ આઉટસોર્સિંગ કંપનીમાંથી કર્મચારીઓ લેવાની પદ્ધતિ, મોંઘવારી વગેરે બાબતોથી નાગરિકો ગળે આવી ગયેલા છે જેના લીધે મતદાનથી અળગા રહીને રોષ વ્યક્ત કર્યો હોવાની છાપ પણ ઊભી થઈ છે. રાજકીય પક્ષો તેમના નેતાઓ, કાર્યકરોની રીતિનીતિ, અહંકાર, ભ્રષ્ટ ચાલચલગત વગેરે બાબતોથી પણ નાગરિકો અકળાઈ ગયા છે, જેનું પ્રતિબિંબ ઓછા મતદાનમાં જોવા મળી રહ્યું છે
Gujarat Assembly Election 2022/ ગુજરાતમાં મતદાન પૂરું થતાં જ ભાજપ હવે MP અને રાજસ્થાનના મિશન પર, વરિષ્ઠ
