ગાંધીનગર/ પ્રોટેમ સ્પીકર તરીકે ધારાસભ્ય યોગેશ પટેલે લીધા શપથ, નવા અધ્યક્ષ તરીકે જાણો કોણે ભર્યુ ફોર્મ

ગાંધીનગરના આંગણે જુદી જુદી વિધાનસભામાંથી વિજેતા થયેલા સભ્યો શપથવિધિ હેતું પહોંચી રહ્યા છે. જ્યારે શંકર ચૌધરીએ સ્પીકર તરીકેનું ફોર્મ ભરી દીધું છે.

Gandhinagar Top Stories Gujarat
પ્રોટેમ સ્પીકર

આજે ગાંધીનગર ખાતે પ્રથમ પ્રોટેમ સ્પીકર તરીકે   ધારાસભ્ય યોગેશભાઈ પટેલને રાજ ભવન ખાતે શપથ લેવડાવ્યા હતા.આજે પ્રથમ પ્રોટેમ સ્પીકર તરીકે રાજ્યપાલના હસ્તે તેમણે શપથ લીધા હતા. મહત્વનું છે કે યોગેશ પટેસ માંજલપુરના વિજેતા છે.અને તેમને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ તેમજ મંત્રી મંડળના મંત્રીઓ અને રાજય સરકારના સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. રાજયપાલ અને મુખ્યમંત્રીએ યોગેશ પટેલને શુભેચ્છાઓ આપી હતી.

ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે ચાર્જ સાંભળી લીધો છે. ભુપેન્દ્ર પટેલ અને કેબીનેટ તેમજ રાજ્યકક્ષાના મંત્રીઓએ ગાંધીનગર ખાતે શપથ લીધા હતા. ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સતત બીજી વખત સીએમ બન્યા છે. શપથ બાદ પ્રથમ કેબિનેટની બેઠક મળી હતી અને મંત્રીઓને તેમના ખાતાની ફાળવણી કરાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓને પણ મળ્યા હતાં. મુખ્યમંત્રી ઉપરાંત મંત્રીમંડળમાં સામેલ અન્ય મંત્રીઓ પણ પોતાનો ચાર્જ લઈ લીધો હતો.

yogesh patel,speaker gujarat state,ઉલ્લેખનીય છે કે, આ બંને હોદ્દા પર સહકાર ક્ષેત્રના મોટા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આજે આ બન્ને નેતાઓ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટે ફોર્મ ભર્યું હતું. પરંતુ તે પહેલા પ્રોટેમ અધ્યક્ષ તરીકે યોગેશ પટેલની નિમણૂક કરાઇ હતી. જે તમામ ધારાસભ્ય શપથ લેવાડાવશે. વિધાનસભા ખાતે સીએમ ભુપેન્દ્ર પટેલ , અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલની આગેવાનીમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં નવા ચૂંટાયેલા ધારાસભ્ય માર્ગદર્શન અપાયું હતું.

આ પણ વાંચો:ગાંધીનગરમાં આજે તમામ ધારાસભ્યો શપથગ્રહણ કરશે, પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલ લેવડાવશે શપથ

આ પણ વાંચો:દેડિયાપાડામાં બે વર્ષથી સિવિલ હોસ્પિટલ બની હોવા છતાં લોકાર્પણ નહિ થતા તાળાબંધીની ચીમકી

આ પણ વાંચો:સુગર મિલો બંધ થતા ખેડૂતોએ કર્યું આવું કામ, જાણો શું કહ્યું ગોળ બનાવનાર ખેડુતોએ