નર્મદા જીલ્લો પ્રાકૃતિક સૌન્દર્ય ધરાવતો જીલ્લો છે અહી ખાસ મોટા ઉદ્યોગો નથી અને અહીના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને ખેતી માં પણ ખાસ કરીને અહી શેરડી અને કેળા ની ખેતી કરવામાં આવે છે અને તેને કારણેજ જીલ્લામાં ખાંડસરી નું કારખાનું પણ આવેલું છે પરંતુ તેની સાથે સાથે અહી દેશી ગોળ પણ બનાવવવાના નાના નાના કોલા પણ જોવા મળે છેઅને આ દેશી ગોળ હાનીકારક કેમિકલ વગરનો અનેસ્વાદ માં મીઠો બનાવવામાં આવે છે ઉપરાંત આને કારણેજ જીલ્લાના લોકોને તથા આજુબાજુના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ના લોકોને રોજગારી પણ મળે છે તદ્દન સાદી પદ્ધતિ થી શેરડીનો રસ કાઢી આ રસ ને અલગ અલગ ત્રણ થી ચાર વખત ગરમ કરી દેશી અને બીનહાની કારક ગોળ બનાવવામાં આવે છે.
નર્મદા જિલ્લામાં ખાસ કરીને શેરડીની ખેતી થાય છે જેના પગલે જિલ્લામાજ શેરડીના રસમાંથી બનતા દેશી ગોળના કોલા જોવા મળતા હોય છે અને આ ગોળની ખાસિયત એ છે કે તે હાનિકારક કેમિકલ વગર આ દેશી ગોળ બનાવવામાં આવે છે.
શેરડીને ખેતરમાંથી કટિંગ કરી કોલાપર લાવી ને પીલ્વામાં આવે છે અને તેનો રસ કાઢી જુદી જુદી ત્રણ થી ચાર ભઠી માં મુકેલા વાસણ પર આ રસ ને ગરમ કરી તેમાં ચિકાસ લાવવા કુદરતી રીતેજ ખેતરમાં ઉગી નીકળતી ભીંડી ની ભાજીનો રસ નાખવામાં આવે છે અને ખુબ ઉકાળ્યા બાદ આ રસ ને ઠંડો પડવાથી તેમાંથી ગોળ બને છે અને તેને પેકિંગ કરી ગુજરાતના જુદા જુદા ગામોમાં મોકલવામાં આવે છે આ ગોળ કેમિકલ વગર નો હોવાથી શરીર માટે હાની કારક નથી ઉપરાંત આ ગોળ ચીકણો હોવાથી ઉત્તરાયણ નિમિત્તે ચીકી બનાવવાના ઉપયોગમાં આવે છે અને ગુજરાતભર માં પ્રખ્યાત બનતો જાય છે
એટલુ જ નહિ આ ગોળ ની માંગ સ્થાનિક ગામડાઓમાં પણ રહે છે અને તેને કારણેજ અહીના સ્થાનિક લોકો પણ આ ગોળ ના વખાણ કરતા થાકતા નથી આદિવાસીઓ ની મીઠાઈ ગણાતો ગોળ બીન્હાનીકારક હોવાને કારણેજ ઉતરાયન માં ચીકી બનાવવા વપરાય છે ગોળ માં મીઠાસ ની સાથે સાથે ચિકાસ પણ હોય છે અને તેથી ચીકી સારી બને છે જેને કારણે આ ગોળ ગુજરાત સહીત અન્ય રાજ્યો માં પણ અહી થીજ જાય છે વળી આ ગોળ ને પેક મોલ માં વેચવામાં આવે છે
શિયાળો એ વસાણું આરોગી તંદુરસ્તી બનાવવા માટેનો શ્રેષ્ઠ સમય ગણાય છે ત્યારે વસાનામાં વપરાતો આ દેશી ગોળ આદિવાસીઓની મીઠાઈ કહેવા તો હતો અને હવે નવા આકર્ષક પેકીંગમાં મોલ માં સ્થાન પામી આદિવાસીઓ ની પુરક રોજગારી બન્યો છે પરંતુ આ દેશી ગોળ એ આદિવાસીઓ ની મીઠાઈ તરીકે વધારે પ્રચલિત છે.
ખાસ કરીને ઉત્તરાયણમાં તલની ચીકી, લાડુ, કચેરીયું અને સિંગદાણાની ચીકી બનાવવા માટે આ દેશી ગોળ વાપરવામાં આવે છે જેના પગલે ઉત્તરાયણમાં લોકો હોંશે હોંશે તલની ચીકી, લાડુ કચેરીયું સીંગદાણા ની ચીકી ખૂબ ખાતા હોય છે. જેથી આ આરોગ્યપ્રદ દેશી ગોળની માંગ બજારમાં વધી રહી છે આથીજ અહીંના સ્થાનિક લોકોને રોજગારી પણ મળી રહી છે . ખાસ કરીને ઉત્તરાયણ માં ચીકી બનાવવા માટે આ ગોળ ગુજરાતભરમાં નર્મદા માંથીજ વેચવામાં આવે છે.
આ પણ વાંચો: તસવીરોમાં જુઓ સંસદની ખુશનુમા બપોરઃ ધનખર, મોદી, ખડગેએ એક જ ટેબલ પર બાજરીની વાનગીઓ ખાધી
આ પણ વાંચો:ટ્વિટરમાં મોટો ફેરફાર, PM મોદી, અમિત શાહ સહિત અનેક લોકોના એકાઉન્ટમાંથી બ્લુ ટિક ‘ગાયબ’
આ પણ વાંચો: શ્રદ્ધા વોકર મર્ડર કેસથી લઈને ક્રાઈમના આ 5 સમાચાર જેણે લોકોને હચમચાવી દીધા
