- સાત વિદ્યાર્થીથી શરૂ થયેલા ગુરુકુળની દેશવિદેશમાં 50 શાખા
- સ્વામી ધર્મજીવનદાસજીનું વિચારબીજ આજે વટવૃક્ષ બન્યું
- ગરીબો પાસેથી ફક્ત એક રૂપિયો જ ફી વસૂલે છે ગુરુકુળ
- ભારત સદીઓથી ગુરુકુળ દ્વારા જ ઓળખાતુ રહ્યુ છે
- સ્વામિનારાયણ ગુરુકુળ હવે કન્યા કેળવણી પણ શરૂ કરશે
સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાના (Swaminarayan Gurukul Rajkot Sanstha) 75માં અમૃત મહોત્સવ (Amrut mahotsav) ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) વર્ચ્યુઅલી સંબોધિત કર્યુ હતુ. પીએમ મોદીએ જય સ્વામિનારાયણ (Jai Swaminarayan) કહીને સંબોધનનો પ્રારંભ કરતા કહ્યુ હતું કે રાજકોટ ગુરુકુળ દ્વારા સ્થાપનાના 75મા વર્ષની ઉજવણી નિમિત્તે તેમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છે.
તેમણે કહ્યુ હતું કે કેવો અદભુત યોગાનુયોગ છે કે દેશ આઝાદીના(Independence) 75મા વર્ષની ઉજવણી કરી રહ્યુ છે ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ પણ તેની સ્થાપનાના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ જ રીતે દેશ જ્યારે આઝાદીના સોમા વર્ષની ઉજવણી કરશે ત્યારે ગુરુકુળ પણ તેની સ્થાપનાની શતાબ્દીની (Shatabdi) ઉજવણી કરશે.
તેમણે જણાવ્યું હતું કે પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું (Shastri swami Shri Dharmjivandasji) રાજકોટ ગુરુકુળ માટે જે વિઝન હતુ તે વિચારબીજ વટવૃક્ષ બનીને આપણી સામે છે. હું ગુજરાતમાં તમારા બધાની વચ્ચે જ મોટો થયો છું. આ અમારુ સૌભાગ્ય છેકે મને આ વટવૃક્ષને આકાર લેતા જોવાનું સૌભાગ્ય મળ્યું છે. રાજકોટમાં ફક્ત સાત વિદ્યાર્થીથી શરૂ થયેલા ગુરુકુળની દેશવિદેશમાં 50થી વધુ શાખાઓ છે.
ગુરુકુળની વિશેષતા બધાને ખબરછે. ગરીબ (Poor) પાસેથી ફક્ત ટોકનનો એક રૂપિયો ફી જ ગુરુકુળ લે છે. તેથી ગરીબ બાળકો માટે શિક્ષણ લેવું સરળ થઈ જાય છે. ભારતમાં જ્ઞાન (Knowledge) જ જીવનનું સર્વોચ્ચ ધ્યેય રહ્યુ છે. વિશ્વના બીજા દેશોની ઓળખ રાજ્યો અને રાજુગરુઓથી થતી હતી ત્યારે ભારત ગુરુકુળોથી ઓળખાતુ હતુ. આપણુ ગુરુકુળ સદીઓથી મમતા, સમાનતા અને સેવા ભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રહ્યુ છે. નાલંદા (Nalanda) અને તક્ષશિલા Takshishila) આપણી ઓળખ છે, એમ તેમણે જણાવ્યું હતું.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ગુરુકુળ આધુનિક ભારતને (Modern India)આગળ વધારવા કન્યા ગુરુકુળ (Kanya gurukul)શરૂ કરી રહ્યુ છે. આ સંસ્થાની શાનદાર ઉપલબ્ધ હોવા ઉપરાંત દેશ માટે મહત્વપૂર્ણ ફાળો હશે. ભારતના ઉજ્જવળ ભવિષ્યમાં આપણી આજની શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષણ સંસ્થાઓની ઘણી મહત્વની ભૂમિકા છે. આઝાદીના અમૃતકાળમાં દેશ શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રકચર કે શૈક્ષણિકનીતિમાં દરેક સ્તર પર ખૂબ જ ઝડપથી કામે લાગેલો છે. 2014 પછી મેડિકલ કોલેજની સંખ્યા 65 ટકા વધી છે. આ સિવાય ફોરવર્ડ લૂકિંગ નવી શિક્ષણ નીતિને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ જેવી સંસ્થાઓનો પ્રયાસ અગત્યનો છે.
આ પણ વાંચોઃ
Accident/ સબરીમાલામાં દર્શન કરી આવતા આઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત
ઈમ્પેક્ટ ફી/ ગેરકાયદે બાંધકામોને ખુલ્લુ પ્રોત્સાહન
