Fire Brigade News/ ફાયરબ્રિગેડનું ચાર કરોડનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ જ કામ કરતું નથીઃ મોકડ્રિલમાં પર્દાફાશ

મ્યુનિસિપાલિટીની સ્થાયી સમિતિના ચેરમેને ફાયરબ્રિગેડની ઓચિંતી મુલાકાત લીધી હતી અને અગ્નિશામનના બધા સાધનો કાર્યરત સ્થિતિમાં નહી તેની ચકાસણી કરી હતી. આ સમયે તેમણે મોકડ્રિલનો પણ આદેશ કર્યો હતો. તેમા 42 ફૂટનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ કામ કરતું ન હોવાની વિગત સામે આવી હતી. તેની સામે 42 ફૂટની સ્નોરકેલ પણ બંધ હાલતમાં જ છે.

Top Stories Gujarat
Fire brigade News
  • ચાર કરોડના ખર્ચે ખર્ચાયેલું પ્લેટફોર્મ નધણિયાતી સ્થિતિમાં
  • અમદાવાદ રથયાત્રામાં નુકસાન 80 લાખ ખર્ચે રિપેરિંગ કરાવવા છતાં પણ સ્થિતિ યથાવત
  • ગાંધીનગરમાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગે તો હાલમાં ફાયર બ્રિગેડ નિસહાય

Firebrigade News: સરકારના કોઈપણ વિભાગમાં કેવુ ધુપ્પલ કે નિષ્કાળજી ચાલતી હોય તેવી વાત જ્યારે તેની સમીક્ષા થાય ત્યારે જ બહાર આવે છે. ગાંધીનગરમાં ફાયર બ્રિગેડના મોરચે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયાનું સ્થાયી સમિતિના ચેરમેનના ધ્યાન પર આવ્યુ છે.

Firebrigade News ગિરધરનગર ખાતે આગજનીની ઘટના પછી રવિવારે રજાનો દિવસ હોવા છતાં મ્યુનિસિપાલિટીની સ્થાયી સમિતિના ચેરમેને ફાયરબ્રિગેડની ઓચિંતી મુલાકાત લીધી હતી અને અગ્નિશામનના બધા સાધનો કાર્યરત સ્થિતિમાં નહી તેની ચકાસણી કરી હતી. આ સમયે તેમણે મોકડ્રિલનો પણ આદેશ કર્યો હતો. તેમા 42 ફૂટનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ કામ કરતું ન હોવાની વિગત સામે આવી હતી. તેની સામે 42 ફૂટની સ્નોરકેલ પણ બંધ હાલતમાં જ છે.

આ પણ વાંચોઃ  માણસા-વિજાપુર લાઇનને બ્રોડગેજ બનાવવા 266 કરોડનું ટેન્ડર મંજૂર

Firebrigade News અમદાવાદમાં ગિરધરનગરમાં ગ્રીન આર્કેડ ફ્લેટમાં લાગેલી આગની ઘટનામાં ફાયરના જવાનો સમયસર પહોંચી નહી શકતા એક યુવતીએ જીવ ગુમાવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે અમદાવાદ ફાયરમાં ગાંધીનગર કરતાં પણ વધુ સક્ષમ 85 મીટરનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ વસાવાયું હોવા છતાં આ ઘટના બની હતી.

આ જોઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે રવિવારે તકેદારીના ભાગરૂપે ફાયર સ્ટેશનની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. અમદાવાદ જેવી આગજનીની ઘટના ફરી બને તો ફાયરબ્રિગેડની ટીમ કેવી રીતે કચાવ કામગીરી કરી શકે છે તેની ઓચિંતી મોકડ્રિલ કરવામાં આવી હતી. આ મોકડ્રિલમાં ભાંડો ફૂટ્યો કે ચાર કરોડના ખર્ચે વસાવાયેલી 42 એમટીપી હાઇડ્રોલિક પ્લેટફોર્મ મશીન રિપેરિંગ પછી પણ કામ કરતું નથી.

આ પણ વાંચોઃ પોલીસ વર્તુળોમાં પૂછાતો પ્રશ્નઃ આશિષ ભાટિયા પછી નવા ડીજીપી કોણ

આનો સીધો અર્થ એમ થાય કે ગાંધીનગરમાં કોઈ બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગે તો ફાયરબ્રિગેડનું તંત્ર કશું ન કરી શકે. આ જાણી ચેરમેનને આંચકો થયો હતો. તેમણે ફાયરબ્રિગેડનો ઉધડો લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે કેપિટલ સિટીનું ફાયરબ્રિગેડ તંત્ર સજ્જ હોવું જરૂરી છે. સાધનો ખામીગ્રસ્ત હોવા છતાં મૌન રહેવા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો સાઉદી અરેબિયાએ પાકિસ્તાન માટે કરી આ મોટી જાહેરાત! ડિફોલ્ટરથી બચાવવા માટે આપી સંજીવની

બિલકુલ સજ્જ હોવું જરૂરી છે. સાધનો ખામીગ્રસ્ત હોવા છતાં મૌન રહેવા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. ઉપરાંત તેને રિપેર કરાવવા ઝડપથી દરખાસ્ત કરવા પણ સૂચના આપી હતી. આ ઉપરાંત કોઈપણ મોટી ઘટનામાં રિસ્પોન્સ ટાઈમનું મહત્વ હોય છે. ફાયરના જવાનો આ રિસ્પોન્સ ટાઈમને કેવી રીતે કવર કરે છે તે ચેરમેને નિહાળ્યું હતું.

 આ ઉપરાંત કોર્પોરેશનના નવા બિલ્ડીંગમાં લાગેલી ફાયરસેફ્ટી સિસ્ટમ કાર્યરત છે કે નહિ તે પણ ચકાસી હતી. જેમાં કચેરીમાં લાગેલા વોટર હોર્સ તેમજ અન્ય સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે છે કે નહિ, યોગ્ય પ્રેશરથી પાણી આવે છે કે કેમ વગેરે બાબતોની ચકાસણી કરી હતી. ઉપરાંત આગ કે અન્ય કોઈ દુર્ઘટનામાં કોઈ વ્યક્તિ ફસાઈ હોય તો માનવ બચાવની કામગીરી જવાનો કેવી રીતે કરે છે તે સમગ્ર બાબતોનું મોકડ્રીલમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો

બોલ્સોનારોને અમેરિકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

Twitterમાં થશે આ મોટા ફેરફાર, આ શાનદાર ફિચર મળશે, જાણો

રાજયને સિવિલ કોડ સમિતિ બનાવવાનો અધિકાર, સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરવાનો કર્યો ઇનકાર