@સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ – બોડેલી છોટાઉદેપુર
સામાન્ય રીતે ગુજરાતના તમામ પ્રાંતોમાં પ્રજા જાગૃત હોવા છતાં અજાણ્યા વ્યક્તિઓ કે ફેરિયાઓ પર વિશ્વાસ રાખી અને લોભામણી લાલચમાં આવી અનેક ચિજ વસ્તુઓ ખરીદતા હોઈએ છીએ જેમાં મોટાભાગે વૃદ્ધો અને યુવાનો છેતરાતા હોય છે પોલીસતંત્ર ઘ્વારા પણ અનેક જાહેરાતો,કેમ્પો અને લોકોમાં જનજાગૃતિ આવે તે માટે અનેક સૂચનો કરવામાં આવે છે પરંતુ પ્રજાજનોમાં જાગૃતિના અભાવના કારણે અજાણ્યા વ્યક્તિઓ કે ફેરિયાઓ પર આપણે આંધળો વિશ્વાસ કરી આપણે આપણી કિંમતી ચિઝવસ્તુઓ કે તેના વિશેની જાણકારી પણ એમને આપી દઈએ છે જેના અનેક કિસ્સાઓ વર્તમાનપત્રોમાં પણ આવે છે તેમ છતાં આપણે છેતરાઈએ છે આવો જ કિસ્સો બોડેલી તાલુકાના કોસીંદ્રા પંથકમાં બનવા પામ્યો છે અને જેનો શિકાર બની છે એક વૃધ્ધા.
છોટાઉદેપુર જીલ્લા ના બોડેલીના કોસીંદ્રા પંથકમાં વિવિધ ચિઝવસ્તુઓંનું વેચાણાર્થે ફેરિયાઓ આવીને વિવિધ ગલીઓ,શેરીઓ અને સોસાયટીમાં પગદંડી ચાલીને પોતાની ચિઝવસ્તુઓંનું વેચાણ કરતા હોય છે ઘરમાં વૃદ્ધો અને બાળકો એકલા અટુલા રહેતા હોય ત્યાં આ ફેરિયાઓ એવા ઘરોને વધુ ટાર્ગેટ બનાવતા હોય છે કોસીંદ્રા પંથકમાં પોતાના નોકરિયાત પુત્ર અને વહુ સાથે રહેતા વૃદ્ધાને ઘરે કપડા ધોવાના ડિટર્જન્ટ પાઉડરના વેચાણાર્થે આવેલ ફેરિયાએ જાણી લીધું કે વૃદ્ધા ઘરમાં એકલા છે.
જેનો લાભ લઈને ફેરિયાએ વૃદ્ધાને પોતાની વાતોમાં ફોસલાવી લાલચ આપી ડિટર્જન્ટ પાઉડર વેચવા ડેમો આપવા લાગ્યો સાથે સાથે સોના,ચાંદીની વસ્તુઓ પણ આ ડિટર્જન્ટથી ચમકાવી શકાય છે જેનો અખતરો કરવા વૃદ્ધાને હાથમાં પહેરેલ સોનાની બંગડીઓ આપવા જણાવ્યું ત્યારબાદ તેની પડે પાણી જેવા કેમિકલમાં ડિટર્જન્ટ પાઉડર નાખી થોડા સમય બાદ વૃદ્ધાને ચમકતી બંગડીઓ પાછી આપી હતી બપોરે નોકરીએથી પરત ફરેલા પુત્ર અને વહુને ફેરિયા પાસેથી ખરીદેલ પાઉડર અને તમામ હકીકત જણાવી હતી જે બાબતની પુત્ર અને વહુ ને શંકા જતા તેઓએ ફેરિયાએ ચમકાવેલી બંગડીઓને સોનીની દુકાને જઈને વજન કરાવતા કુલ વજનમાંથી પાંચ ગ્રામ વજન ઓછું થયાનુ માલુમ પડ્યુ હતુ.
આમ વૃદ્ધાની એકલતાનો લાભ લઈને ફેરિયો પાંચ ગ્રામ એટલે કે 25000 રૂપિયાની કિંમતનું સોનુ ઓગાળીને રફુચક્કર થઇ ગયો હતો આમ ફેરિયાના સ્વાંગમાં આવેલ ધૂતારાઓએ શહેરમાંથી હવે ગામડાઓ તરફ કૂચ કરી ભોળી જનતાને લૂંટવાનું શરુ કર્યું છે આવા અજાણ્યા અને ભેજાબાઝ ફેરિયાઓથી જિલ્લાના લોકોએ સાવધાન થઇ આવા ધૂતારાઓને પોલીસને હવાલે કરવાની જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ
