સુરત શહેરને ટેક્સટાઇલ સીટી કહેવામાં આવે છે.પરંતુ ટેક્સટાઇલ સીટીના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓની મુશ્કેલી લેબર એસોસિએશન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનના કારણે વધી છે. લેબર એસોસિએશન દ્વારા 55 કિલોથી વધુના પાર્સલને ન ઉઠાવવાનો નિર્ણય 13 જાન્યુઆરીથી લેવામાં આવ્યો હતો.અને તે જાન્યુઆરી બાદથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લેબરો 55 કિલોથી વધુના પાર્સલો ઉપાડી રહ્યા નથી.ત્યારે બીજી તરફ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પણ 55 કિલોથી વધુના પાર્સલો ટ્રાન્સપોર્ટમાં ન લેવાનું નિર્ણય કરાયો હતો.

મહત્વની વાત છે કે, ટ્રાન્સપોર્ટમાં જે પાર્સલ મોકલવામાં આવે છે. તેમાં એક પાર્સલ દીઠ પેમેન્ટ કરવામાં આવે છે. જેને લઈ ઘણા વેપારીઓ પેમેન્ટ ઓછું કરવા માટે 55 કિલોની જગ્યા પર પાર્સલો 80થી 90 કિલોના કરી દેતા હોય છે. અને આ જ કારણે ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા લોકોને નુકસાનીનો સામનો કરવો પડતો હોય છે. બીજી તરફ લેબરનું કામ કરતા અને પોટલા ઉચકતા લોકોને વધુ વજન ઉચકવાનો વારો આવતો હોય છે.

15મી જાન્યુઆરીથી ટેક્સટાઈલ માર્કેટમાં મજૂરો 55 કિલોથી ભારે પાર્સલો ઉંચકશે નહીં તેવી જાહેરાત મજદૂર યુનિયને કર્યા બાદ સોમવારથી મજૂરોએ ભારે પાર્સલ ઉંચક્યા ન હતા અને ટ્રાન્સપોર્ટરોએ પણ પાર્સલ પરત મોકલી આપ્યા હતા. તો અનેક વેપારીઓએ 55 કિલોથી વધારેના પાર્સલ તૈયાર કરી રાખ્યા હતાં.

અગાઉ લેબર એસોસિએશન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનના આગેવાનો દ્વારા વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે કોઈપણ વેપારી 55 કિલોથી વધુનું પાર્સલ તૈયાર નહીં કરે છતાં પણ કેટલાક વેપારીઓએ 60, 70 કે 90 કિલોના પાર્સલો તૈયાર કરતા ટ્રાન્સપોર્ટરો વધુ વજનવાળા પાર્સલો રિટર્ન કરી રહ્યા છે. જોકે વેપારીઓએ પોટલા ઉચકવાનું કામ કરતા લેબરને મનાવી લીધા હતા પરંતુ તેઓ ટ્રાન્સપોર્ટરોને મનાવી શક્યા નહીં અને પાર્સલો રિટર્ન થતા વેપારીઓ કફોડી પરિસ્થિતિમાં મુકાયા છે.
આ પણ વાંચો:જામનગરમાં ઠંડીથી બચવા જનપ્રતિનિધિઓએ કર્યું આવું….
આ પણ વાંચો:ગુજરાતમાં પવન સાથે હાડ થીજવતી ઠંડી,ત્રીજી વખત ઠંડીનો પારો 10 ડીગ્રીએ પહોંચ્યો
આ પણ વાંચો:SG હાઇવે પરના ફનપાર્કમાં આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે
