સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે.સુરતના ઉધના વિસ્તારમાં દારૂ પીધેલી હાલતમાં બે ઈસમો વગર વાકે લોકો સાથે મારપીટ કરતા નજરે પડે છે.જેનો વીડિયો સોસિયલ મિડીયામાં વાયરલ થઈ રહ્યો છે. ઘટનાને પગલે પોલીસે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. જોકે મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટી નથી કરતું.

સુરતમાં જાહેર રોડ પર મારામારી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં બે લોકો વગર વાંકે લોકો સાથે મારપીટ કરતા હતા. ઘટના ને પગલે પોલીસે ગુનો નોંધી બે આરોપી ઝડપી પાડયા હતા.

સુરત માં અસામાજિક તત્વો બેફામ બન્યા છે તેની સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે.તેવામાં ઉધના વિસ્તાર નો વીડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થયો હતો.જેમાં બે ઈસમો દારૂ પીધેલી હાલત માં રાહદારીઓ સાથે મારામારી કરતા હતાતે દરમ્યાન સ્થાનિકો એ પણ આ બે ઈસમો ને ઝડપી મેથીપાક આપ્યો હતો.જોકે આ બંને ઈસમો ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
બે ફામ બનેલા આ બને ઈસમોએ વગર વાંકે લોકો સાથે મારપીટ કરી હતી.જોકે આ વીડિયો ઉધના પોલીસને મળતા ઉધના પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક બને ઈસમો ની શોધખોળ શરૂ કરી હતી.જેમાં પોલીસે બને ઈસમોને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો:સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના લીધે વેપારીઓને થયું ભારે નુકસાન
આ પણ વાંચો:ડુંગળીના ભાવે તાતને રોવડાવ્યા, માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં વધઘટ
આ પણ વાંચો:અંજારમાં વેપારી પર જીવલેણ હુમલો, જાણો શું છે મામલો
આ પણ વાંચો:ગાયના છાણનું આવરણ ઘરોને અણુ કિરણોત્સર્ગથી સુરક્ષિત કરે છેઃ હાઇકોર્ટ
આ પણ વાંચો:અમદાવાદમાં પહેલીવાર યોજાશે ધોરણ 10ના વિધાર્થીઓ માટે પ્રિ બોર્ડ પરીક્ષા
