Earthquake/ કચ્છમાં ફરીવાર ભૂકંપથી લોકોમાં ફફડાટ, દુધઇ નજીક 3.2ની તીવ્રતાનો અનુભવાયો આંચકો

આજે ફરીવાર કચ્છમાં ધરતીકંપ આવ્યો છે. સવારે 11:30 વાગ્યાની આસપાસ દુધઈમાં 3.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

Top Stories Gujarat Others
ભૂકંપ

કચ્છમાં આજે ફરી ભૂકંપના કારણે ધરા ધ્રુજી છે. સોમવારે સવારે 11.41 વાગ્યે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જ્યારે દુધઈથી 28 કિમી દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે, ન માત્ર કચ્છ પરંતુ સૌરાષ્ટ્રમાં પણ ભૂકંપના ઝટકા જોવા મળી રહ્યા છે. અગાઉ પણ સૌરાષ્ટ્રના અમરેલી અને સુરતમાં હળવા ભૂકંપના આંચકા નોંધાઈ ચૂક્યા છે.

આજે સવારે આવેલા આંચકો મિતિયાળાની સાથે ખાંભા ગીર પંથકમાં પણ અનુભવાયો હતો. ખાંભા ગીરના ભાડ, નાનુંડી, નાના વિસાવદર, વાંકિયા સહિતના ગામડાઓમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

આપને જણાવી દઈએ કે, ગઈ કાલે સૌરાષ્ટ્રમાં આંચકો અનુભવાયો હતો. અમરેલીથી 44 કિલોમીટર દૂર ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.8 હતી, તો સવારે 11.54 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકા આવતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. જો કે ભૂકંપની તીવ્રતા વધુ ન હોવાથી કોઇ જાનહાની કે નુકસાન થવાની શક્યતા નથી.

ઉલ્લેખનીય છે કે,8મી ફેબ્રુઆરીએ  કચ્છના ભચાઉમાં રાત્રે 9 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.0 જણાઈ હતી. કેન્દ્રબિંદુ ભચાઉથી 24 કિ.મી દૂર હોવાનું પણ જાણવા મળ્યું હતું. તે ઉપરાંત 9મી ફેબ્રુઆરીએ ફરીવાર કચ્છમાં બપોરે 1 વાગ્યાને 45 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો છે. રિક્ટર સ્કેલ પર 3.0ની તીવ્રતા નોંધાઈ છે. જ્યારે તેનું કેન્દ્રબિંદુ દૂધઈથી 19 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું છે.

ભૂકંપ કેમ આવે છે?

પૃથ્વી અનેક સ્તરોમાં વહેંચાયેલી છે અને જમીન નીચે અનેક પ્રકારની પ્લેટો છે. આ પ્લેટો એકસાથે અટવાઇ જાય છે, પરંતુ કેટલીકવાર આ પ્લેટો સરકી જાય છે, જેના કારણે ભૂકંપ આવે છે. ક્યારેક તે વધુ કંપન કરે છે અને તેની તીવ્રતા વધે છે. ભારતમાં, પૃથ્વીના આંતરિક સ્તરોમાં ભૌગોલિક હિલચાલના આધારે કેટલાક ઝોન નક્કી કરવામાં આવ્યા છે અને કેટલાક સ્થળોએ તે વધારે છે અને કેટલાક સ્થળો ઓછા છે.

આ શક્યતાઓના આધારે, ભારતને 5 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે, જે જણાવે છે કે ભારતમાં ભૂકંપ માટે સૌથી વધુ સંવેદનશીલ ક્યાં છે. આ ઝોન -5 માં મોટા ભાગે ભૂકંપ આવવાની શક્યતા છે અને તેના કરતા 4, 3 ઓછા છે.

ધરતીકંપ આવે તે સમયે શું કરવુ જોઇએ?

દુનિયાનાં ઘણા વિસ્તારો છે કે જ્યા ભૂકંપ અવાર-નવાર આવે છે. ધરતીકંપ એ એક ખૂબ જ ભયાનક કુદરતી આફતો છે જે ઘણા માનવ જીવનનો દાવો કરે છે અને નોંધપાત્ર સામગ્રીને નુકસાન પહોંચાડે છે. આજે, વ્યક્તિ આ કુદરતી ઘટનાને રોકવા માટે કંઇપણ કરવા માટે શક્તિવિહીન છે. વિશ્વનાં ઘણા મોટા શહેરો, Industrial ઔદ્યોગિક કેન્દ્રો અને મોટાભાગનાં વસ્તીવાળા વિસ્તારો મજબૂત ધરતીકંપનાં આંચકાવાળા વિસ્તારોમાં સ્થિત છે. ભૂકંપગ્રસ્ત ઝોનમાં આવેલા શહેરો અને અન્ય વસાહતોના રહેવાસીઓને ભૂકંપ પહેલા, તે પછી અને પછી વર્તન અને ક્રિયાઓની તૈયારીની મૂળભૂત બાબતોમાં શાળામાંથી તાલીમ લેવી જોઈએ. આજે, ફક્ત આ રીતે, વાસ્તવિકતામાં, ભૂકંપ દરમિયાન ઘણા લોકોનાં જીવ બચાવવા શક્ય છે.

આ પણ વાંચો:રાજકોટમાં વધુ એક યુવાનનુ ક્રિકેટ રમતા મોત, છેલ્લા 20 દિવસમાં આ ચોથી ઘટના

આ પણ વાંચો:ક્રિકેટ રમતા યુવકો ધકેલાઈ રહ્યા છે મોતના મુખમાં, છેલ્લા ત્રણ અઠવાડિયામાં 6 લોકોએ ગુમાવ્યો જીવ

આ પણ વાંચો:ગામમાં એકસાથે શેરીમાં ફરતા જોવા મળ્યા 8 સિંહો, શિકાર માટે લગાવી રહ્યા હતા ચક્કર