વલસાડ જિલ્લામાં વાપીના છરવાડા વિસ્તારમાં આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના કેશિયરે ગ્રાહક અને બેંક સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.મહિલા ગ્રાહકે ગોલ્ડ લોન લેવા માટે 19.59 લાખની કિંમતના અસલી સોનાના દાગીના ગીરવે મૂક્યા હતા.કેશિયરે ગ્રાહક પાસેથી અસલી સોનાની દાગીના લીઈને બેન્કમાં નકલી સોનાના દાગીના જમા કરાવ્યા હતા.ઓડિટ દરમિયાન સામે આવ્યું કે, આ દાગીના નકલી છે.ત્યારે બેન્ક દ્વારા આ મામલે તપાસ કરતા સામે આવ્યું કે, કેશિયર દ્વારા આ દાગીનામાં હેરાફેરી કરવામાં આવી છે. આ મામલે બેન્કના મેનેજરે પોલીસ ફરિયાદ કરતા પોલીસે બેંકના કેશિયર વિપુલ મનચંદાની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી લીધો છે.
ગ્રાહક અને બેંક સાથે છેતરપિંડી
વાપીના ચલા વિસ્તારમાં આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં વાપીના છરવાડા રોડ વિસ્તારમાં રહેતા એક એક મહિલા ગ્રાહક એ ગોલ્ડ લોન લેવા પોતાના અસલી દાગીના ગીરવે મૂક્યા હતા. બેંકના આ મહિલા ગ્રાહકે પોતાના 19.59 લાખની કિંમતના અસલી દાગીના ગીરવે મૂકી બેંકમાંથી ગોલ્ડ લોન લીધી હતી.ત્યારબાદ વર્ષ 2022 ના ડિસેમ્બર મહિનામાં બેંકનું રૂટીન ઓડિટ કરાવવા માં આવ્યું હતું. જેમાં કેરળ જ્વેલરી વર્કસ દ્વારા બેંકમાં ગોલ્ડ લોન લેવા માટે ગ્રાહકોએ મુકેલા દાગીના નું ઓડિટ કરવામાં આવ્યું હતું.
આ ઓડિટ દરમિયાન બેંકમાં મુકેલા એક ગ્રાહકના 19.59 લાખની કિંમતના દાગીના નકલી હોવાનું બહાર આવ્યું હતું. આથી બેંકનો સ્ટાફ ચોકી ગયો હતો. જોકે ત્યારબાદ બેંકની હેડ ઓફિસમાં આ અંગે જાણ કરવામાં આવી હતી. આથી હેડ ઓફિસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. અને તપાસમાં હકીકત બહાર આવી હતી. અને બેંકના કોઈ કર્મચારીએ જ ગ્રાહકના મુકેલા અસલી દાગીના ને બદલે નકલી દાગીના મૂકી અને છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું હતું. આથી બેંકના મેનેજર એ આ મામલે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.ત્યાર બાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.
વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયા બાદ આ મામલે પોલીસે તપાસ કરી હતી. તપાસ દરમિયાન બેંકના અન્ય સ્ટાફ અને મેનેજર ના પણ નિવેદનો અને ફરિયાદના આધારે બેંકમાંથી અસલી દાગીનાની ઉઠાન્તરી કરી અને નકલી દાગીના મુકનાર કોઈ અન્ય નહીં પરંતુ બેંકનો જ કેશિયર હોવાનું બહાર આવ્યું હતું. બેંકના સીસીટીવી ફૂટેજ તપાસતા બેંકના કેશિયર વિપુલ મનચંદા ની શંકાસ્પદ હરકત દેખાઈ હતી. બેંકનો કેશિયર શંકાસ્પદ રીતે બેંકના સેફ વોલ્ટમાં જ્યાં ગ્રાહકોના દાગીના મુકેલા હતા તે વિસ્તારમાં પણ બિનજરૂરી રીતે શંકાસ્પદ હિલચાલ કરી રહ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. જ્યાં ગ્રાહકોના અસલી દાગીના મુકેલા હતા તે વિસ્તારમાં પણ તેની હાજરી દેખાઈ હતી આ હકીકત બહાર આવતા વાપી ટાઉન પોલીસે આ મામલામાં બેંકના કેશિયર વિપુલ મનચંદા ની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી લીધો છે.
આમ વાપીના ચલાની યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ના કેશિયરે કરેલું એક કારસ્તાન બહાર આવ્યું છે. આથી અત્યાર સુધી આરોપી કેસીયરે એક ગ્રાહકના દાગીના બદલ્યા હોવાની હકીકત બહાર આવી છે. જોકે હવે આ કેસિયરે અન્ય જે જગ્યાએ ફરજ બજાવી હતી ત્યાં પણ આવી રીતે કોઈ કારસ્તાન કર્યું છે કે કેમ..? તે અંગે પણ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:પ્રેમી સાથે મળીને માતાએ બે વર્ષના પુત્રની બોથડ પદાર્થના ઘા ઝીંકી કરી હત્યા
આ પણ વાંચો:ગુજરાતીઓને મળી રહ્યા છે ખાલિસ્તાની આતંકવાદીના ધમકીભર્યા મેસેજ, ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી તપાસ
આ પણ વાંચો:સાવરકુંડલામાં બાઇકના ડેલામાં લાગી આગ, ચારેબાજુ દેખાયા ધુમાડાના ગોટેગોટા
આ પણ વાંચો:મોહનથાળનો પ્રસાદ બંધ થતા વિશ્વ હિન્દુ પરિષદ મેદાને, ક્યાં જઈને અટકશે આ મામલો?
