અરવલ્લી જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં વાયરલ તાવ શરદી ખાંસીના કેસોમાં 15 ટકાનો વધારો થયો છે. હાલ જિલ્લાના ખાનગી તેમજ સરકારી દવાખાનાઓ વાયરલ ફીવરના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.દિવસ દરમિયાન હજારો દર્દીઓ જિલ્લાના જુદા જુદા ખાનગી અને સરકારી દવાખાનાઓમાં સારવાર લેવા માટે આવી રહયા છે. દવાખાનામાં આવતા 100 દર્દીઓ પૈકી 50 ટકાથી વધુ દર્દીઓ વાયરલ ફીવરના આવી રહયા છે. ત્યારે આરોગ્ય વિભાગમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈ આવા વાયરલ લક્ષણો જણાતા દર્દીઓને દવાઓ આપવાની કામગીરી ઉપરાંત વધુ બીમાર દર્દીઓને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે એડમિટ કરી સારવાર આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં છેલ્લા પંદર દિવસથી પલટો જોવા મળી રહ્યો છે વહેલી સવારે અને રાત્રે ઠંડી જ્યારે દિવસ દરમિયાન ગરમી એમ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે જેના કારણે જિલ્લામાં વાયરલ તાવ શરદી ખાંસી જેવા કેસોમાં 15 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. હાલ જિલ્લાના ખાનગી તેમજ સરકારી દવાખાનાઓ વાયરલ ફીવરના દર્દીઓથી ઉભરાઈ રાહ્ય છે.દિવસ દરમિયાન હજારો દર્દીઓ જિલ્લાના જુદા જુદા ખાનગી અને સરકારી દવાખાનાઓમાં સારવાર લેવા માટે આવી રહયા છે. દવાખાનામાં આવતા 100 દર્દીઓ પૈકી 50 ટકાથી વધુ દર્દીઓ વાયરલ ફીવરના આવી રહયા છે ત્યારે જિલ્લામાં સતત વધી રહેલા વાયરલ ફીવરના દર્દીઓની સંખ્યા ચિંતાજનક જોવા મળી રહી છે.
ખાસ કરીને જિલ્લામાં છેલ્લા પંચર દિવસ દરમિયાન કમોસમી વરસાદ વાદળ છાયું વાતાવરણ જોવા મળતા જિલ્લાવાસીઓ હાલ બેવડી ઋતુ અનુભવી રહયા છે જેથી જિલ્લામાં વાયરલ રોગચાળાએ માથું ઉચક્યું છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ આ મામલે સાબદું બન્યું છે આરોગ્ય વિભાગ દ્વારા પણ દોર ટુ દોર સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે, આરોગ્ય વિભાગમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈ આવા વાયરલ લક્ષણો જણાતા દર્દીઓને દવાઓ આપવાની કામગીરી ઉપરાંત વધુ બીમાર દર્દીઓને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે એડમિટ કરી સારવાર આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:ગુજરાતીઓને મળી રહ્યા છે ખાલિસ્તાની આતંકવાદીના ધમકીભર્યા મેસેજ, ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી તપાસ
આ પણ વાંચો:4 કરોડના ખર્ચે બનેલું બસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન, મુસાફરોને વેઠવો પડે છે હાલાકીનો સામનો
આ પણ વાંચો:ગુજરાતમાં H3N2 ના નોંધાયા ત્રણ કેસ, સ્વાઈન ફ્લૂના 77 કેસ, એકનું મોત
આ પણ વાંચો:કેશિયરની ‘કારીગરી’, ગોલ્ડ લોન લેનારા ગ્રાહક અને બેંક સાથે કરી છેતરપિંડી
