@અમિત રૂપાપરા
સુરત શહેરમાં સાયબર ક્રાઇમના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને લોકો લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાના કિસ્સાઓ પણ સામે આવે છે. ત્યારે આવી વધુ એક ઘટના સુરતમાં સામે આવી છે કે, જ્યાં મહિલાના ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી 80 હજાર રૂપિયા તેમજ 4,20000 રૂપિયાના દાગીના આરોપીએ કઢાવી લીધા હતા. આ મામલે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી સોનાના દાગીનાનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક મહિલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેને ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે, તેને વિષ્ણુ પંચાલ ઉર્ફે રોહિત પટેલ નામના વ્યક્તિ સાથે મિત્રતા થઈ હતી. વિષ્ણુ પંચાલ મહિલાને તેની સાથે મિત્રતા કેળવીને છ એક વખત હોટલમાં લઈ ગયો હતો અને ત્યારબાદ તેને પોતાના મોબાઈલમાં મહિલાના બીભત્સ ફોટા અને વિડીયો ઉતારી લીધા હતા.
આરોપી વિષણુ પંચાલે મહિલાના ફોટો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હોવાના કારણે તે મહિલાને બ્લેકમેલ કરતો હતો કે જો પૈસા નહીં આપે તો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી મહિલાને બદનામ કરશે. વિષ્ણુ પંચાલે મહિલા પાસેથી 80,000 રૂપિયા બળજબરીથી કઢાવી લીધા હતા. ત્યારબાદ સોનાની 2 બંગડી, 1 સોનાનું કડુ, સોનાની 1 ચેન, સોનાની 3 વીટી અને સોનાનું 1 બ્રેસલેટ આમ કુલ મળીને 7 તોલાના દાગીના પણ મહિલા પાસેથી કઢાવી લીધા હતા. આ દાગીના ની કિંમત આશરે 4,20,000 રૂપિયા થવા પામે છે.
આ ઇસમે મહિલા પાસેથી 80,000 રોકડા રૂપિયા તેમજ 4,20,000 રૂપિયાના દાગીના પડાવી લીધા બાદ પણ તે મહિલાને બ્લેકમેલ કરતો હોવાના કારણે મહિલા દ્વારા આ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેન્સના આધારે તપાસ કરી આ ઘટનાને લઇ આરોપી વિષ્ણુકુમાર ઉર્ફે રોહિત પટેલની ધરપકડ કરી હતી. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપી વિષ્ણુ કુમારની ધરપકડ કરી તેની પાસેથી સોનાની 2 બંગડી, 1 ચેઇન, સોનાનું કડુ અને 3 વીંટી સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.
આ પણ વાંચો:ગુજરાત પર વધુ એક ચક્રવાતનો ખતરો, 50 કિમીની ઝડપે રાજ્યમાં ફૂંકાઇ શકે છે પવન
આ પણ વાંચો:બે બાળકોની હત્યા કર્યા બાદ માતાએ કર્યો આપઘાત, વીડિયો બનાવી જણાવ્યું કારણ
આ પણ વાંચો:વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ : સુરત મનપા દ્વારા કરાયું વૃક્ષ વાવો અભિયાન
આ પણ વાંચો:અકસ્માતમાં પુત્રને ખોપડી નીકળી ગઈ, માતા ખોળામાં લઇ બેસી રહી…
