UP-Conductor/ દિલ્હી મેટ્રો પછી હવે ઉત્તરપ્રદેશમાં પબ્લિક બસમાં કંડકટર વાંધાજનક સ્થિતિમાં ઝડપાયો

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં ચાલતી રોડવેઝ બસમાં કંડક્ટર દ્વારા એક યુવતી સાથે ગેરવર્તન કરવાનો વીડિયો વાયરલ થયા બાદ લોકોએ તેની આકરી પ્રતિક્રિયા આપી હતી. આ વીડિયો બસમાં બેઠેલા એક મુસાફરે બનાવ્યો છે. આ વાયરલ થયા બાદ વિભાગે કાર્યવાહી કરી અને ડ્રાઈવર અને ઓપરેટરની સેવાઓ બંધ કરી દીધી.

Top Stories India

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં ચાલતી રોડવેઝ બસમાં કંડક્ટર દ્વારા એક યુવતી સાથે ગેરવર્તન કરવાનો વીડિયો વાયરલ થયા બાદ લોકોએ તેની આકરી પ્રતિક્રિયા આપી હતી. આ વીડિયો બસમાં બેઠેલા એક મુસાફરે બનાવ્યો છે. આ વાયરલ થયા બાદ વિભાગે કાર્યવાહી કરી અને ડ્રાઈવર અને ઓપરેટરની સેવાઓ બંધ કરી દીધી.

હાથરસ ડેપોની રોડવેઝ બસ અલીગઢથી લખનૌ જઈ રહી હતી. કંડક્ટર બસમાં યુવતી સાથે રંગરેલિયા મનાવી રહ્યો હતો. કંડક્ટર ચાલતી બસમાં સેક્સ માણી રહ્યો હતો. એક મુસાફરે તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયો બનાવતી વખતે ઓપરેટરનો મુસાફર સાથે ઝઘડો થયો હતો. તેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ઘટના 10 દિવસ જૂની હોવાનું કહેવાય છે. વીડિયો વાયરલ થયા બાદ ARMએ બસના ડ્રાઈવર અને કંડક્ટરની સેવાઓ બંધ કરી દીધી હતી.
વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, હાથરસથી લખનૌ જઈ રહેલી બસમાં કંડક્ટર ડ્રાઈવરની પાછળની સીટ પર એક યુવતી સાથે વાંધાજનક સ્થિતિમાં બેઠો છે. અચાનક લોકો જાગી તા કંડક્ટર ધાબળાથી પોતાને ઢાંકવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન 2-3 મુસાફરો તેની પાસે પહોંચી ગયા અને વીડિયો બનાવવા લાગ્યા. આ જોઈને ઓપરેટર પોતાનો મિજાજ ગુમાવી બેસે છે અને મોબાઈલ છીનવવાનો પ્રયાસ કરે છે. એક મુસાફરનું કહેવું છે કે, છેલ્લા 2 કલાકથી આ બધું ચાલી રહી હતું. આલમબાગ પહોંચ્યા બાદ ફરિયાદ કરીને કાર્યવાહી કરવામાં આવશે. 1 મિનિટ 26 સેકન્ડના વીડિયોમાં કંડક્ટર અને યાત્રીઓ વચ્ચે ઝઘડો જોવા મળી રહ્યો છે.

ડ્રાઈવર બસ ચલાવતો રહ્યો અને એક મુસાફર કહી રહ્યો છે કે અડધો કલાકમાં આલમબાગ બસ સ્ટેન્ડ આવવાનું છે. તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના લખનૌની આસપાસ બની હતી. હાથરસ ડેપોના એઆરએમ શશી રાનીનું કહેવું છે કે, વીડિયો લગભગ 10 દિવસ જૂનો છે. મુસાફરની ફરિયાદને ધ્યાને લઈને ડ્રાઈવર અને કંડક્ટરનો કોન્ટ્રાક્ટ ખતમ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચોઃ NCP-Ajit Pawar/ સીએમ ન સહી તો ડેપ્યુટી સીએમ હી સહીઃ અજિત પવારનો નવો દાવ

આ પણ વાંચોઃ NCP-Ajit Pawar/ મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપઃ પવારની એનસીપી તૂટી, અજીત પવાર જોડાશે શિંદે સરકારમાં

આ પણ વાંચોઃ Letter Bomb/ છોટાઉદેપુરના કલેક્ટર સ્તુતિ ચારણ પર પડ્યો ભાજપના સાંસદનો લેટરબોમ્બ

આ પણ વાંચોઃ Train Cancelled/ ભારે વરસાદના લીધે વડોદરા ડિવિઝનની 14 ટ્રેનો રદ

આ પણ વાંચોઃ Mayawati’s Big Statement/ માયાવતીનું મોટું નિવેદન ‘BSP યુનિફોર્મ સિવિલ કોડની વિરુદ્ધ નથી, પરંતુ ભાજપની પદ્ધતિ ખોટી છે’