સાવધાન/ રિવરફ્રન્ટ પર વધુ એક વ્યક્તિને બોટીંગ કરવી પડી ભારે, જુઓ દિલધડક રેસ્ક્યૂ

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાં એક યુવતી કાયાકિંગની મજા માણી રહી હતી. આ દરમિયાન કોઈ કારણોસર યુવતીનું બેલેન્સ બગડતા બોટ પલટી મારી ગઈ હતી.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદમાં સાબરમતી નદીમાં મોટી દુર્ઘટના ટળી છે, અમદાવાદના રિવરફ્રન્ટ પર પ્રવાસીઓ બોટિંગ કરી રહ્યા હતા ત્યારે એક યુવતીની બોટ અચાનક નદીમાં પલટી જતાં હોબાળો મચી ગયો હતો. જોકે, રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવતીને હેમખેમ બચાવી લીધી હતી.  તેનો વીડિયો પણ હવે સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા એક યુવક આ રીતે નદીમાં પડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાં એક યુવતી કાયાકિંગની મજા માણી રહી હતી. આ દરમિયાન કોઈ કારણોસર યુવતીનું બેલેન્સ બગડતા બોટ પલટી મારી ગઈ હતી. જેના કારણે બોટમાં સવાર યુવતી સાબરમતી નદીના પાણીમાં પડી ગઈ હતી. જે બાદ યુવતી ‘બચાવો, બચાવો’ની ચીસો પાડી રહી હતી.  જોકે,ત્યાં હાજર રહેલી રેસ્ક્યૂ ટીમે માત્ર બે જ મિનીટની મહેનતે યુવતીનું નદીમાંથી દિલધડક રેસ્ક્યૂ કર્યુ હતુ, આ રેસ્ક્યૂ બાદ યુવતીનો આબાદ બચાવ થયો હતો.

અમદાવાદ રિવરફ્ર્ન્ટ પર છેલ્લાં 5 મહિનાથી કાયાકિંગ શરૂ કરાયું છે. પાંચ મહિનામાં 2 વખત આવી ઘટના બની છે. આ મામલે કામ કરતા કર્મચારી નિખિલે જણાવ્યું કે, અમદાવાદ સાબરમતી નદીની ઘટના છે. સહેલાણીઓ બોટિંગ કરી રહ્યા હતા ત્યારે એક મહિલાની બોટ પલટી હતી. બોટ પલટતા મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મહિલાએ લાઈફ જેક્ટ પહેરેલું હોવાથી તેમને બચાવી લેવાયા હતા.

નોંધનીય છે કે, હાલમાં જ સાબરમતી નદી પર અમદાવાદના નાગરિકો માટે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદીઓને આ ભેટ આપી હતી. શહેરની વચ્ચોવચથી પસાર થઇ રહેલી સાબરમતી નદીમાં એક ખાસ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટને તરતી મુકવામાં આવી છે, આનું ઉદઘાટન અમિત શાહે વર્ચ્યૂઅલી કર્યુ હતુ. નાગરિકો સવારનું ભોજન અને સાંજનું ભોજન આ રેસ્ટોરન્ટમાં કરી શકશે. બપોરના 12થી 1.20 અને 1.30થી 3 સુધી રેસ્ટોરન્ટમાં બોજન મળશે. રાત્રીના સમયે 7થી 8.30 અને 9થી 10.30માં ભોજન મળશે. ભોજનના દર 1800 થી 2200 વચ્ચે રાખવા સંચાલકનો પ્રાથમિક નિર્ણય કર્યો છે. આગામી સમયમાં AMCના શાસકો સાથે ચર્ચા કરીને ભાવ નક્કી કરાશે. ઓનલાઈન બુકીંગ માટે આગામી સમયમાં વેબસાઈટ પણ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો:ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત

આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

આ પણ વાંચો:એસ. કે. લાંગાના જમીન કૌભાંડ મામલે હાલના મંત્રીના અધિક અંગત સચિવની હકાલપટ્ટી

આ પણ વાંચો:જૂનાગઢ મનપાની ઘોર બેદરકારી, ગટરનું ઢાંકણું શોધવા નવો બનાવેલ રસ્તો ખોદી કાઢ્યો