સુરત/ મોજશોખ પૂરા કરવા વાહનોની ચોરી કરતો ચોર ઝડપાયો

સુરતમાં સતત મોટર સાયકલની ચોરીની ઘટના સામે આવી રહી હતી. ત્યારે આવી મોટરસાયકલ ચોરિના ગુનામાં આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવતું હતું.

Gujarat Surat

@અમિત રૂપાપરા 

  • મોટર સાયકલ ચોર ઝડપાયો
  • બાતમીના આધારે ઝડપાયો ચોર
  • ભગીરથ સોસા.માંથી પોલીસે આરોપીની કરી અટકાયત
  • આરોપીએ ત્રણ બાઈક ચોરી કર્યાની કરી કબુલાત
  • નંબર પ્લેટ વગરની બે બાઈક પોલીસે કરી કબ્જે

હીરા ઉદ્યોગમાં મંદીને લઈ પોતાના મોજશોખ પૂરા કરવા માટે મોટર સાયકલની ચોરી કરતા એક યુવકને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે.પોલીસને બાતમીના આધારે વરાછા વિસ્તારની ભગીરથ સોસાયટી આ યુવકને ઝડપી પાડ્યો હતો.જોકે ઝડપાયેલા યુવકે અત્યાર સુધીમાં ત્રણ જેટલી મોટરસાયકલો ચોરી કર્યા હોવાની કરી કબુલાત કરી હતી. તેની પાસેથી નમ્બર પ્લેટ વગરની બે મોટર સાયકલ પોલીસે કબજે કરી હતી.

સુરતમાં સતત મોટર સાયકલની ચોરીની ઘટના સામે આવી રહી હતી. ત્યારે આવી મોટરસાયકલ ચોરિના ગુનામાં આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવતું હતું. પોલીસને જાણકારી મળી હતી કે, હીરા ઉદ્યોગમાં નોકરી કરતો અને હાલમાં હીરા ઉદ્યોગમાં મંદી હોવાને લઈને ચોરીના રવાડે ચડેલો એક યુવક બહાદુર હેરમા નામનો યુવક ચોરીની મોટરસાયકલ સાથે ફરી રહ્યો છે. બાતમીના આધારે સુરત પોલીસે વરાછા વિસ્તારની ભગીરથ સોસાયટી આ યુવકને ઝડપી પાડ્યો હતો. મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાનો બોકરવા ગામનો વતની બહાદુર ઉર્ફે રણજીત મોટરસાયકલ ચલાવવાનો શોખીન હતો.

જોકે હીરા ઉદ્યોગમાં મજૂરી કામ દરમિયાન મંદીને લઈ આવક થતી નથી અને પોતાના મોજશોખ પુરા કરવા માટે આ યુવક વાહન ચોરીના રવાડે ચડ્યો હતો. ગત વર્ષે એપ્રિલ માસમાં બપોરના સમયે વરાછા LH રોડ ઉપરથી એક બાઇકની ચોરી કરી હતી. આ ઉપરાંત 2020ની સાલમાં સાવરકુંડલામાંથી મોટરસાયકલ ચોરી કરી હતી. જોકે આ સિવાય અન્ય એક મોટરસાયકલ ચોરી કરી હોવાની કબુલાત પોલીસ સામે આ યુવકે કરી હતી. તો કે યુવક પાસેથી પોલીસે 2 વાહનો કબજે કરી વરાછા, સરથાણા સાવરકુંડલા ખાતે થયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

આ પણ વાંચો:ગુજરાતમાં દારૂ અને બિયર મોલતા બે બુટલેગરોની ધરપકડ

આ પણ વાંચો:7 ધોરણ ભણેલા સુરતના 64 વર્ષના વ્યક્તિએ હોલીવુડ મુવીમાં હોય તેવી યુનિક ઇલેક્ટ્રિક રિંગ બાઈક બનાવી, જાણો વધુ

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!