24 કલાક પહેલા ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના કેમ્પસમાં D બ્લોકની બાજુમાંથી ગતરોજ ગાંજાના બે અલગ અલગ છોડ મળી આવ્યા હતા.જે બાદ યુનિવર્સિટી તંત્ર એક્શનમાં આવ્યું છે. ત્યારે આવામાં ગુજરાત વિદ્યાપીઠના પ્રાણજીવન છાત્રાલયના રૂમ નંબર 41માંથી દારૂની બોટલ પકડાઈ છે. વિદ્યાર્થીના રૂમમાંથી દારૂની બોટલ ઝડપાતા રૂમ સીલ કરવામાં આવી છે. જે પ્રાણજીવન બિલ્ડીંગનો પાયો ગાંધીજીએ નાખ્યો હતો એ જ હોસ્ટેલના રૂમમાંથી દારૂ પકડાતા ચકચાર મચી ગઈ છે. દારૂની બોટલ મળતા વિદ્યાપીઠે તપાસ શરૂ કરી છે.
આ અંગે વિદ્યાપીઠ પ્રશાસન દ્વારા ભરત જોશીએ કહેવામાં આવ્યું કે, દારૂની બોટલ ક્યાંથી આવી તેના અંગે તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં રૂમને સીલ કરવામાં આવ્યો છે. તેમજ વિદ્યાર્થીનું એડમિશન પણ રદ્દ કરવામાં આવ્યું છે. તેમજ ગાંધીજીની વિદ્યાપીઠમાંથી આ રીતે બોટલ પકડાય એ શરમ જનક કહી શકાય.
ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના D બ્લોકની પાછળ ઘાસમાં દારૂની ખાલી બોટલો મળી આવી છે. હોસ્ટેલના D બ્લોકની પાછળ જ નહીં આગળથી પણ દારૂની ખાલી બોટલો ઉડેલી છે. ખાસ વાત તો એ છે કે જ્યાંથી ગાંજાનો છોડ મળ્યો ત્યાંથી 20થી વધુ દારૂની ખાલી બોટલ મળી આવી છે. યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની ખાલી બોટલોનો ઢગલો પડ્યો છે અને યુનિવર્સિટીના મેનેજમેન્ટ આ બાબતથી સાવ અજાણ જ છે. ત્યારે તંત્ર પર અનેક સવાલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ
આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!
આ પણ વાંચો:RTOમાં RC બુકનો ખડકલો, 10,000 કરતા વધુ વાહન માલિકો નથી લેવા આવતા આ અગત્યનું ડોક્યુમેન્ટ
