@દિવ્યેશ પરમાર
સુરત સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત ફેફસાનું દાન કરાયું હતું.આ અંગદાન સાથે સુરત સિવિલ હોસ્પિટલ માંથી 40 મુ અંગદાન થયું હતું.સિક્યુરિટી ગાર્ડને બ્રેન હેમરેજ થતા ઓરિવાર જનોને સમજાવ્યા બાદ ઓરિવાર જનોએ ડોકટરને અંગદાન કરવા સંમતિ આપતા પાંચ અંગોનું દાન કરાયું હતું.

સુરત શહેરમાં અંગદાન પ્રત્યે જાગૃતિ આવી છે.અને સુરત શહેર માં સતત અંગદાન માં વધારો થઈ રહ્યો છે જે ખૂબ સરાહનીય કામગીરી ની વાતછે.સુરત સિવિલ હોસ્પિટલમાં 40મુ અંગદાન થયું હતું.સુરતમા રહેતા 56 વર્ષીય અશરફી લાલ પાલ સુરત ડાયમન્ડ બુર્સ ખાતે સિક્યુરિટીનું કામ કરતા હતા તેમનું બ્લડ પ્રેશર અચાનક વધી જતાં તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યા તેમનું બ્રેઇન ડેડ થયું હોવાનું નિદાન થયું હતું.

જેથી ડોક્ટરો દ્વારા પરિવાર જનોને અંગદાન કરવા માટે વાત કરી હતી.જેથી અશરફી લાલના પરિવાર જનોએ અંગદાન કરવા સંમતિ આપતા ડોક્ટરો એ તેમના ક્યાં ક્યાં અંગ કાર્યરત છે તે બાબતે તપાસ કરતા કિડની, ફેફસા અને લીવર સારા હોવાથી તેમનું દાન કરવા માટે જણાવ્યું હતું.સિવિલ હોસ્પિટલ દ્વારા સૌ પ્રથમ વખત ફેફસા નું દાન કરાયું હતું.
સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ સુરત મેયર હેમાલી બોઘાવાલા ખાસ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સુરત સિવિલ હોસ્પિટલ માંથી અશરફી લાલના 5 જેટલા અંગોનું દાન કરાયું હતું.બે કિડની ,ફેફસા અને લીવરનું દાન કરાયું હતું.મહત્વનું છે કે સુરતમાં અંગદાન પ્રત્યે જાગૃતિ આવી છે જેને લઈ અનેક લોકોના જીવ બચી રહ્યા છે.ડોક્ટરોને ભગવાનનું બીજું રુપ માનવામાં આવે છે જે ખરેખર અહીંયા સાર્થક થાય છે.
આ પણ વાંચો:સુરતમાં વાહન ચાલક સાથે મારામારી કરનાર પોલીસ કર્મીને કરાયો સસ્પેન્ડ
આ પણ વાંચો:8 વર્ષના બાળકના પિતાનું સારવાર દરમિયાન મોત, સુરત પોલીસે પૂરી પાડી પરિવારની હૂંફ
આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત
આ પણ વાંચો:હરિયાણામાં ગાય લેવા ગયા હતા પણ મોત લઈને આવ્યા ગુજરાતી!
