અવસાન/ ભારતના સૌથી વૃદ્ધ હાથી ‘બિજુલી પ્રસાદ’નું નિધન, 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ભારતના સૌથી વૃદ્ધ પાળેલા હાથીનું સોમવારે આસામના સોનિતપુર જિલ્લામાં 89 વર્ષની વયે અવસાન થયું હતું.

India Trending

ભારતના સૌથી વૃદ્ધ પાળેલા હાથીનું સોમવારે આસામના સોનિતપુર જિલ્લામાં 89 વર્ષની વયે અવસાન થયું હતું. અધિકારીઓએ આ માહિતી આપી છે અધિકારીઓએ જણાવ્યું કે બિજુલી પ્રસાદ નામના આ વિશાળ હાથીએ વય સંબંધિત સમસ્યાઓના કારણે સવારે 3.30 વાગ્યે ‘ધ વિલિયમ્સન મેગર ગ્રુપ’ના બેહાલી ચાના બગીચામાં અંતિમ શ્વાસ લીધા. બિજુલી પ્રસાદ સાથે જોડાયેલા લોકોએ, ચાના બગીચાના કામદારો અને સ્થાનિક રહેવાસીઓએ તેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

ચાના બગીચાના એક અધિકારીએ કહ્યું, ‘બિજુલી પ્રસાદ ‘ધ વિલિયમ્સન મેગર ગ્રુપ’ માટે ગૌરવનું પ્રતીક હતા. તેમને બાળપણમાં સૌપ્રથમ બારગંગ ચાના બગીચામાં લાવવામાં આવ્યા હતા અને જ્યારે કંપનીએ બારગંગ ચાના બગીચાને વેચી દીધો ત્યારે તેને અહીં લાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે હાથી ચાના બગીચામાં શાહી જીવન જીવી રહ્યા હતા.

હાથીની ઉંમર 89 વર્ષની હતી

અનુમાન મુજબ હાથીની ઉંમર 89 વર્ષની હતી. એક પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને જાણીતા હાથી સર્જન ડો. કુશલ કોંવર શર્માએ જણાવ્યું હતું કે, “જ્યાં સુધી હું જાણું છું, બિજુલી પ્રસાદ ભારતમાં સૌથી વૃદ્ધ પાળેલા હાથી હતા.” તેમણે કહ્યું કે જંગલી એશિયાઈ હાથીઓ સામાન્ય રીતે 62 થી 65 વર્ષ સુધી જીવે છે જ્યારે પાળેલા હાથીઓ 80 વર્ષ સુધી જીવી શકે છે જો તેમની સારી રીતે કાળજી લેવામાં આવે.

શર્માએ કહ્યું, ‘આઠ-દસ વર્ષ પહેલા બિજુલી પ્રસાદના બધા દાંત પડી ગયા હતા, ત્યાર બાદ તેઓ કંઈ ખાઈ શકતા ન હતા અને મૃત્યુ પામવાના હતા. મેં ત્યાં જઈને તેમની સારવાર કરી. મેં તેમનો નિયમિત આહાર સંપૂર્ણપણે બદલી નાખ્યો અને તેમને મોટાભાગે બાફેલા ખોરાક જેમ કે ચોખા અને ઉચ્ચ પ્રોટીન સોયાબીન આપવાનું શરૂ કર્યું. તેનાથી તેમની ઉંમર વધી ગઈ. બેહાલી ચાના બગીચાના એક અધિકારીએ જણાવ્યું કે હાથીને દરરોજ 25 કિલો ખોરાક આપવામાં આવતો હતો.

આ પણ વાંચો:સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ

આ પણ વાંચો:મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી

આ પણ વાંચો:સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો