ahmedabad accident/ અમદાવાદમાં ઠેર-ઠેર ‘તથ્ય પટેલ’: 24 કલાકમાં ત્રણ અકસ્માતમાં પાંચના મોત, પાંચ કુટુંબ નોંધારા

અમદાવાદ શહેર જાણે અકસ્માત ઝોન બન્યું છે. લાગે છે કે અમદાવાદમાં એક જ તથ્ય પટેલ એક જગ્યાએ નથી પણ ઠેરઠેર છે. છેલ્લા 24 કલાકમાં ત્રણ જુદા-જુદા અકસ્માતમાં પાંચ લોકોને કાળ ભરખી ગયો હતો.

Gujarat

અમદાવાદઃ અમદાવાદ શહેર જાણે અકસ્માત ઝોન Ahmedabad Accident Zone બન્યું છે. લાગે છે કે અમદાવાદમાં એક જ તથ્ય પટેલ (Tathya Patel) એક જગ્યાએ નથી પણ ઠેરઠેર છે. છેલ્લા 24 કલાકમાં ત્રણ જુદા-જુદા અકસ્માતમાં પાંચ લોકોને કાળ ભરખી ગયો હતો. આ અત્યંત આંચકાજનક બનાવ છે. મૃતકોમાં ચાર યુવકો અને એક મહિલાનો સમાવેશ થાય છે.

છેલ્લા 24 કલાકમાં થયેલા ત્રણ અકસ્માતમાં બે અકસ્માત સોલા નજીક અને એક પકવાન નજીક થયો  હતો. તેમા ગઇકાલે વહેલી સવારે કાર એસ.જી. હાઇવે પર પકવાન બ્રિજથી ગાંધીનગર જતા માર્ગ પર પલ્ટી ખાઈ ગઈ હતી. કારચાલકે Ahmedabad Accident Zone કારના સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી. તેમા ત્રણના મોત થયા હતા. એકનું ઘટનાસ્થળે અને બીજા બેના હોસ્પિટલના મોત થયા હતા. આ ઘટનામાં 23 વર્ષના નરેશ પ્રજાપતિ, 24 વર્ષના મિતેશ પ્રજાપતિ અને 24 વર્ષના કૌશલ પ્રજાપતિનું મોત થતાં ત્રણ કુટુંબ નોંધારા થઈ ગયા હતા. જ્યારે કારચાલક નિમેષ પંચાલ ફરાર થઈ ગયો હતો.

મૃત્યુ પામનારા ત્રણેય યુવાનો વાડજના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત સોલામાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. તેમા રાહદારી પાયલબેનનું મૃત્યુ થયુ હતુ. વાહન ચાલક ભાગી ગયો હતો. આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.

જ્યારે અગાઉ એસજી હાઇવે પર થયેલા અકસ્માતમાં એક યુવકનું Ahmedabad Accident Zone મોત થયું હતું. અંકિત પ્રજાપતિ નામનો યુવક સવારે આઠ વાગે બાઇક પર જવા નીકળ્યો ત્યારે તેને કલ્પના પણ નહી હોય કે આ તેના જીવનનો છેલ્લો દિવસ છે. સોલા બ્રિજ પર ખાનગી કંપનીના બસ ચાલકે બાઇક સવાર અંકિતને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં અંકિતનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. બસ ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે.

આ ત્રણેય અકસ્માતમાં એક જ મુખ્ય કારણ હતુ અને તે હતું ઓવરસ્પીડિંગ. જો વાહનચાલકોએ વાહન ચલાવવામાં અંકુશ રાખ્યો હોત તો આજે આ પાંચેય વ્યક્તિ જીવતા હોત. તથ્યકાંડ બાદ પણ તંત્ર એલર્ટ થયું હતું, હવે પાંચના મોત બાદ પણ તંત્ર એલર્ટ થયું છે, છતાંય ઓવરસ્પીડિંગ કરતાં વાહનચાલકો હજી પણ બેફામ ચલાવે છે. જ્યાં સુધી આ અંગે આકરી કાયદાકીય જોગવાઈઓ નહીં આવે ત્યાં સુધી આ ચાલતું જ રહેવાનું છે.

 

આ પણ વાંચોઃ G-20 Summit/ દિલ્હીમાં દુનિયાભરના નેતાઓનો જમાવડો; G-20 સમિટમાં કયા કયા દેશો લઈ રહ્યાં છે ભાગ?

આ પણ વાંચોઃ Gujarat Rainforecast/ ખેડૂતોને હાશકારોઃ વરસાદના પુનરાગમનનો ધમધમાટ શરૂ થયો, વાતાવરણ બદલાયું

આ પણ વાંચોઃ નિર્ણય/ અયોધ્યામાં મંદિર મ્યુઝિયમ બનશે, PMOની બેઠકમાં લેવાયો નિર્ણય,જાણો આ પ્રોજેકટ કેટલો ખાસ!

આ પણ વાંચોઃ Asia Cup/ રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને 2 રને હરાવીને શ્રીલંકાએ સુપર-4માં કર્યો પ્રવેશ,અફઘાનિસ્તાન બહાર

આ પણ વાંચોઃ Additional Charge/ ગુજરાતના બે IPS અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો,જાણો વિગત