Gujarat surat/ લો બોલો, ઢોર પકડવાને બદલે અરજીનો નંબર તંત્રએ માલિકને આપ્યો

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરના ત્રાસને દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવતા હોવાના દાવા કરવામાં આવે છે.

Gujarat Surat

@અમિત રૂપાપરા 

Surat News:સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરના ત્રાસને દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવતા હોવાના દાવા કરવામાં આવે છે. બીજી તરફ ઢોર પકડવાની કામગીરી કરનાર ઢોર પાર્ટીના કર્મચારી કે અધિકારીઓ દ્વારા રખડતા ઢોરની ફરિયાદ કરનાર વ્યક્તિઓના નંબર પશુ માલિકોને આપી દેવામાં આવતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

સુરતના સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનમાં ધર્મેશ વઘાસિયા નામના યુવક દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, તેને રખડતા ઢોર બાબતે સુરત મહાનગરપાલિકામાં એક અરજી કરી હતી અને SMCના અધિકારીઓ દ્વારા ફરિયાદીનો નંબર પશુ માલિકોને આપી દેવામાં આવ્યો હતો અને તેના જ કારણે રંગા રબારી અને કેટલા ઈસમો દ્વારા તેનો રસ્તો રોકવામાં આવ્યો હતો અને તેને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ દ્વારા SMCના અધિકારી બલદાણીયા અને રંગા રબારી સામે ફરિયાદ દાખલ કરી હતી.

જોકે હવે આ ઘટનાને લઈને સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવ્યો છે અને તેમને પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને જણાવ્યું છે કે, રખડતા ઢોરની ફરિયાદ કરનાર ફરિયાદીનું નામ પશુપાલકોને આપી દેવા બાબતે 11-09-2023 ના રોજ મારા લખેલા પત્ર પછી પણ આ બનાવ બન્યોએ વહીવટી તંત્ર માટે શરમજનક બાબત છે.

મહત્વની વાત છે કે, 11 સપ્ટેમ્બરના રોજ ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા સુરત મહાનગરપાલિકાના કમિશનરને એક પત્ર લખવામાં આવ્યો હતો કે, વરાછા સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં રખડતા ઢોરની ફરિયાદ કરતા ફરિયાદીનું નામ પશુપાલકોને આપી દેવામાં આવ્યું છે. ત્યારે ધારાસભ્યના આ પત્રની પણ કોઈ અસર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પર થઈ ન હોય તેવું લાગી રહ્યું છે અને ધારાસભ્યની રજૂઆત બાદ પણ ફરીથી રજૂઆતના 20થી 25 દિવસના સમયગાળા બાદ જ જો રખડતા ઢોરની ફરિયાદ કરનાર યુવક સાથે મારામારીની ઘટના સામે આવતી હોય ત્યારે સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગની કામગીરી પર પણ ઘણા સવાલ ઊભા થઈ રહ્યા છે.

સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલીની અગ્રવાલ ફરિયાદીના મોબાઈલ નંબરો પશુ માલિકોને આપતા અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરશે કે નહીં તે આગામી દિવસોમાં જોવાનું રહ્યું પરંતુ હાલ સવાલ એ થઈ રહ્યો છે કે, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જ પશુપાલકોની વાત માનીને કે પશુપાલકોના ઈશારા પર કામ કરતા હોય તો સુરત કઈ રીતે રખડતા ઢોર થી મુક્ત થઈ શકશે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે. લોકોએ ધારાસભ્ય તરીકે ચૂંટેલા પ્રતિનિધિની વાત પણ SMCના અધિકારીઓ ન માનતા હોય તેવું આ ઘટના પરથી સ્પષ્ટ પણે લાગી રહ્યું છે.



આ પણ વાંચો:દીમાંથી પસાર થઈ રહી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જાણો શું કહ્યું સુરત ડાયમંડ એસોસિએશને

આ પણ વાંચો: જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ, વીણવા લોકોની પડાપડી

આ પણ વાંચો:સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને આપના કોર્પોરેટરે તમાચો માર્યો

આ પણ વાંચો:લાલો લોભે લૂંટાય..! માય હેપ્પી લોનના નામે લાખોનું કૌભાંડ