રાજ્યનો વાહન વ્યવહાર વિભાગ હવે ધીરે ધીરે ડિજિટલાઇઝ્ડ થઇ રહ્યો છે, જેના પગલે લાખો વાહનચાલકોને ડ્રાઇિવંગ લાઈસન્સ સહિતના દસ્તાવેજોની હાર્ડ કોપી લઇને ફરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. મોબાઇલ એપમાં સચવાયેલા ડોક્યુમેન્ટ્સ જ્યારે જરૂર પડે ત્યારે દસ્તાવેજી પુરાવા તરીકે બતાવી શકાશે એટલું જ નહીં, તે માન્ય પણ ગણાશે.
તાજેતરમાં જ રોડ સેફ્ટી ઓથોરિટીની રચના તેમજ રેલવે વિભાગની જેમ વાહન વ્યવહાર સલાહકાર સમિતિની સ્થાપના જેવા નિર્ણયો લેવાયા છે. ગઇ કાલે વિભાગે બે એપ જાહેર કરી છે તે મુજબ એસટી સહિત કોઇ પણ સરકારી વાહન ચલાવનાર ડ્રાઇવરે એક એપ ફરિજયાત ડાઉનલોડ કરવી પડશે, જેના કારણે વાહનમાં ફ્યૂઅલ પુરાઇ ગયા બાદ તેની સ્લિપ મેન્યુઅલ નહીં પણ ઓટોમેટિક આવશે. જ્યારે બીજી એપ દ્વારા સરકારી બસમાં મુસાફરી કરનાર કોઇ પણ પ્રવાસી એપ ડાઉનલોડ કરીને ટિકિટ બુકિંગ ઉપરાંત ખાલી સીટનો મેપ પણ જાણીને પસંદગીની સીટ બુક કરાવી શકશે.
